Charotar Sandesh
ગુજરાત

એટ્રોસિટી એક્ટ મુજબના પ્રથમદર્શનીય બાબતો કોર્ટ સામે ના હોય તો આરોપીને જામીન આપી શકાયઃ કોર્ટ

અમદાવાદ : ફરિયાદી વિશે નિયત શબ્દોનું ઉચ્ચારણ ન થયું હોય અને એટ્રોસિટી એક્ટ મુજબના પ્રથમદર્શનીય બાબતો કોર્ટ સામે ના હોય તો આરોપીને જામીન આપી શકાય છે. સુરતના પલસાણામાં પાડોશીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં એક મહિલા મહિલા પર મારામારી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ હતી. જેની જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે અરજદારે ફરિયાદી વિશે નિયત શબ્દોનું ઉચ્ચારણ કર્યુ નથી, તેથી આ કેસમાં જામીન મળવા જોઇએ. આ કેસની વિગત એવી છે કે ૧-૬-૨૦૨૦ના રોજ સુરતના પલસાણમાં આજુબાજુમાં રહેતા બે પરિવારો વચ્ચે ઘર્ષણ થયું હતું.
જેમાં એક મહિલા સહિત ચાર પરિવારજનો સામે મારામારી તેમજ એટ્રોસિટીની ફરિયાદ પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જે પૈકી આરોપી મહિલા હજુ જેલમાં હોવાથી તેમના દ્વારા જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ મહિલા છે અને ઘણાં સમયથી જેલમાં છે. ફરિયાદમાં પણ ક્યાંય એવો ઉલ્લેખ નથી કે તેમણે ફરિયાદી વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હોય.
આ ઉપરાંત રેકર્ડ પરનું કોઇ મટિરિયલ પણ આ બાબતને સમર્થન આપતું નથી. વિવિધ આદેશોમાં સુપ્રીમ કોર્ટે એવો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો બન્ને પક્ષની રજૂઆત સાંભળી જસ્ટિસ એ.પી. ઠાકરે નોંધ્યું છે કે વિવિધ આદેશોમાં સુપ્રીમ કોર્ટે એવો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે કે રેકર્ડ પર રાખવામાં આવેલા મટિરિયલ પરથી પ્રથમદર્શનયી રીતે ફલિત થાય કે એટ્રોસિટી કાયદા મુજબનો કોઇ ગુનો નથી થયો તો, કોર્ટ જામીન આપવાની સત્તાનો ઉપયોગ કરી શકે છે. જસ્ટિસ એ.પી. ઠાકરે અરજદારના જામીન રૂપિયા દસ હજારના બોન્ડ પર જામીન અરજી મંજૂર કરી છે.

Related posts

ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા રડાર સ્પીડ ગનનો નવતર અભિગમ : હર્ષ સંઘવી

Charotar Sandesh

તંત્ર આળસ ખંખેરતુ નથી, ગૃહમંત્રીને રજૂઆત કરીશ : ડભોઈ ધારાસભ્ય શૈલેષ સોટ્ટા, જાણો વિગત

Charotar Sandesh

રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં અંદાજે ૫ હજારથી વધુ સામાજિક અત્યાચારની ઘટના…

Charotar Sandesh