Charotar Sandesh
ઈન્ડિયા

કોંગ્રેસ સત્તામાં આવી તો કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦નો નિર્ણય બદલાશે : દિગ્વિજયસિંહ

પાકિસ્તાન પત્રકારના સવાલ પર દિગ્વિજયસિંહનું મોટુ નિવેદન…

ન્યુ દિલ્હી : ક્લબ હાઉસ ચેટનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-૩૭૦ હટાવવાના નિર્ણય પર બોલી રહ્યાં છે. તેમના કથિત ઓડિયોમાં તે બોલી રહ્યાં છે કે અહીંથી જ્યારે આર્ટિકલ-૩૭૦ હટાવવામાં આવી, ત્યારે લોકશાહીના મુલ્યોનું પાલન કરવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત કાશ્મીરિયત પણ રાખવામાં આવી નથી. બધાને એક અધારુ ધરાવતા રૂમમાં પુરવામાં આવ્યા. જો કોંગ્રેસ સરકાર સત્તામાં આવી તો અમે આ નિર્ણય બાબતે ફરીથી વિચારીશું અને આર્ટીકલ-૩૭૦ને લાગુ કરીશું.
દિગ્વિજય દેશ-વિદેશના કેટલાક પત્રકારો સાથે વરચ્યુઅલી વાતો કરી રહ્યાં હતા. આ દરમિયાન પાકિસ્તાનના પત્રકાર શાહજેબ જિલ્લાનીએ કલમ-૩૭૦ સાથે જોડાયેલો એક સવાલ કોંગ્રેસ જનરલ સેક્રેટરીને પૂછ્યો. જિલ્લાનીએ પૂછ્યું હતું કે જ્યારે હાલની સરકાર જશે અને ભારતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી બીજા વડાપ્રધાન મળશે ત્યારે કાશ્મીર પર આગળનો રસ્તો શું હશે? મને ખ્યાલ છે કે હાલ ભારતમાં જે થઈ રહ્યું છે, તેના કારણે તે ખત્મ થવાની નજીક છે. જોકે આ એક એવો મુદ્દો છે, જે બંને દેશોની વચ્ચે આટલા લાંબા સમયથી છે.

કોંગ્રેસનો પહેલા પ્રેમ પાકિસ્તાનઃ ગિરિરાજ સિંહ
દિગ્વિજય સિંહની ક્લબ હાઉસ ચેટ લીક થયા બાદ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વાયરલ ચેટ ટ્‌વીટ કરતા કહ્યુ કે કોંગ્રેસનો પહેલા પ્રેમ પાકિસ્તાન છે. દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીનો સંદેશ પાકિસ્તાન સુધી પહોંચાડ્યો છે. કોંગ્રેસ કાશ્મીરે હડપવામાં પાકિસ્તાનની મદદ કરશે.

Related posts

‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’ની કમાણી રૂ. ૫૦ કરોડને પાર પહોંચી

Charotar Sandesh

૨૪ કલાકમાં ૬૩,૩૭૧ નવા કેસ નોંધાયા, ૮૯૫ દર્દીઓનાં મોત…

Charotar Sandesh

સિંગાપુર જઇ રહેલ વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગઃ તમામ યાત્રીઓ સુરક્ષિત

Charotar Sandesh