ન્યુ દિલ્હી : કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે, તો ચીને માર્ચના પહેલા ક્વાર્ટરમાં રેકોર્ડ ૧૮.૩ ટકાનો રેકોર્ડ GDP ગ્રોથ હાંસલ કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે નિકાસ અને ઘરેલૂ બજારમાં સાGDPરી માગ અને સરકાર દ્વારા સતત નાના વેપારીઓને સહયોગના કારણે આ રેકોર્ડ વધારો થયો છે.
જોકે, આ વધારો બેસ ઈફેક્ટનું પરિણામ પણ લાગે છે, કારણ કે ચીને અન્ય દેશો પહેલા જ અમુક શહેરોમાં લોકડાઉન જેવા ઉપાયો કર્યા હતા અને તે કોરોનાનો સામનો કરવામાં સૌથી આગળ રહ્યો છે.ચીનમાં તેના કારણે જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૦ના ક્વાર્ટરમાં GDP માં ૬.૮ ટકાનો ભારે ઘટાડો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટના કારણે ગયા વર્ષે ચીનની ઈકોનોમીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો, એટલું જ નહીં ભારત સહિત દુનિયાના ઘણાં દેશોની અર્થવ્યવસ્થાઓમાં મંદીનો સિલસિલો ચાલી રહ્યો હતો. ભારતે ગયા વર્ષે જૂનમાં ૨૩.૯ ટકાનો રેકોર્ડ GDP ઘટાડો જોયો હતો. ભારતીય ઈકોનોમીમાં સુધારો તો થયો છે પણ ડિસેમ્બર ૨૦૨૦ના ક્વાર્ટરમાં ભારતની GDP માત્ર ૦.૪ ટકા વધી છે. આ પ્રમાણે ચીનનો આ વધારો ચોંકાવનારો છે.
ચીન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડામાં કહેવામાં આવ્યું છે કે માર્ચ ૨૦૨૧ના થર્ડ ક્વાર્ટરમાં GDP ૧૮.૩ ટકા વધી છે. જે ચીન દ્વારા ૧૯૯૨માં રેકોર્ડ થનારી ય્ડ્ઢઁના ઈતિહાસમાં અત્યાર સુધીનો મોટો વધારો છે. ચીનમાં જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીનો નાણાકીય વર્ષ હોય છે તો તે પ્રમાણે આ પહેલા ક્વાર્ટરનો આંકડો છે. ગયા વર્ષે ડિસેમ્બર ના ક્વાર્ટરમાં ચીનની GDP માં ૬.૫ ટકાનો વધારો થયો હતો.
ચીનના આ વધારા પાછળ એક મોટું કારણ ત્યાંના નિકાસમાં જે તેજી આવી તેનો વધારો પણ છે. દુનિયાના બાકી દેશોમાં જ્યારે ઈકોનોમી ખુલવાની શરૂ થઇ તો ચીનના કારખાનામાં ઝડપથી ઉત્પાદન કરી માલ પૂરો પાડવામાં આવ્યો. ચીનમાં કોરોના પર કાબૂ હોવાના કારણે ઘરેલૂ બજારમાં પણ માગ વધી. માર્ચ ૨૦૨૧ના થર્ડ ક્વાર્ટરમાં છૂટક વેચાણમાં ૩૪.૨ ટકાનો વધારો થયો છે.