Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાના જંગમાંઃ એલઆઇસીએ પીએમ કેર ફંડમાં ૧૦૫ કરોડ આપ્યા…

ન્યુ દિલ્હી : કોરોના સામેની લડાઇમાં વડાપ્રધાન મોદીની અપીલ પર કોર્પોરેટ જગત કરોડો રૂપિયા દાનમાં આપી રહ્યુ છે. પીએમ કેયર્સ ફંડમાં ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)એ ૧૦૫ કરોડ રૂપિયા આપ્યા છે. તે સિવાય જાણીતા ઉદ્યોગપતિ નારાયણમૂર્તિએ પણ કોરોના સામેની લડાઇમાં ૧૦ કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. જોકે, તેઓ આ રકમ પીએમ કેયર્સ ફંડમાં ડોનેટ કરશે નહીં.
કોરોના સંબંધિત રાહતકાર્યોમાં મદદ માટે એનઆર નારાયણમૂર્તિ અને તેમનો પરિવાર પોતાના પર્સનલ ફંડમાંથી અક્ષય પાત્ર ફાઉન્ડેશનને ૧૦ કરોડ રૂપિયા આપશે. આ ફંડ પ્રવાસી મજૂરો અને રોજગારી ગુમાવી ચૂકેલા દિહાડી મજૂરોને જમવાનું અને જરૂરી ચીજવસ્તુઓ આપવા પર ખર્ચ કરાશે.
એલઆઇસીએ કોરોના વાયરસનની મહામારી સામે લડવા પીએમ કેયર્સ ફંડમાં ૧૦૫ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. એલઆઇસીના ચેરમેન એમ.આર, કુમારે કહ્યું કે, ભારત આ મહામારીના કારણે ગંભીર પડકારનો સામનો કરી રહ્યું છે. નોંધનીય છે કે એલઆઇસી દેશની સૌથી મોટી વીમા કંપની છે અને તેની સંપત્તિ લગભગ ૩૧ લાખ કરોડ રૂપિયા છે.

નારાણય મૂર્તિએ ૧૦ કરોડનું દાન કર્યું…
કોરોનાથી રાહત કાર્યમાં મદદ કરવા માટે એનઆર નારાયણમૂર્તિ અને તેમના પરિવારે પોતાના ખાનગી ફંડમાંથી અક્ષયપાત્ર ફાઉન્ડેશનને ૧૦ કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યુ છે. આ ફંડ એવા પ્રવાસી મજૂરો અને દિહાડી કમાનાર લોકોને ભોજન કરાવવા અને જરૂરી સામાન ઉપલબ્ધ કરાવવા પર ખર્ચ કરવામાં આવશે. જે પોતાની જીવિકા ગુમાવી ચૂક્યા અને મુસીબતમાં છે.

Related posts

વડાપ્રધાન મોદી ૧૫ ઓગસ્ટે વન નેશન વન હેલ્ડ કાર્ડની ઘોષણા કરે તેવી સંભાવના…

Charotar Sandesh

કોરોના સંકટ : ૧૫૦૦૦ શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરી શકશે…

Charotar Sandesh

રાજસ્થાન પણ ગુજરાતના માર્ગે : મોટા આઠ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લદાયો…

Charotar Sandesh