Charotar Sandesh
ગુજરાત

કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને હવે ઘરે જ મળશે સારવાર…

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનો મહત્વનો નિર્ણય…

અમદાવાદ : શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૭,૨૯૯ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૧,૨૩૧? થયો છે. જ્યારે ૧૨,૦૫૭? દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. આવી સ્થિતીમાં હોસ્પિટલોમાં પણ બેડની સમસ્યા વધી શકે છે. જેથી અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને હોસ્પિટલની જગ્યા પર ઘરે જ યોગ્ય સારવાર મળી રહેશે. શહેરમાં દરરોજ ૪૦૦થી ૫૦૦ નવા કેસ સામે આવે છે.

ત્યારે ગંભીર દર્દીઓ માટે હોસ્પિટલમાં સમયસર બેડ મળી રહે તે માટે સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ઘરે જ હોમ કેસ પેકેજની વ્યવસ્થા કરવામાં આવી છે. શરૂઆતમાં શહેરની ૭ હોસ્પિટલમાં આ સુવિધા આપવામાં આવશે. કોરોનાના લક્ષણોવાળા દર્દીનું એકવાર ફિઝિકલ કન્સલટેશન થઈ જાય ત્યારબાદ તેને ઘરેથી જ સારવાર મળવાનું શરૂ થઈ જશે. આ માટે ઘરે કયા પ્રકારની વ્યવસ્થા રાખવી તે અંગે થોડા સમયમાં માહિતી અપાશે. હોમ કેસ પેકેજ હેઠળ જે દર્દીઓ છે તેઓને દરરોજ ફોન દ્વારા ડૉક્ટર અને ડાયેટિશિયન દેખરેખ રાખશે તેમજ થોડા થોડા સમયમાં એક નર્સ દર્દીની તપાસ માટે પણ આવશે. આ પેકેજ માટે એસોસિએશને ૭૦૦ રૂપિયાની આસપાસ ખર્ચ નક્કી કર્યો છે. સાથે જ જો દર્દીને ઓક્સિજન, સક્શન મશીન તેમજ ડોક્ટર અને નર્સની જરૂર પડે તો તેનો ખર્ચ અલગ રહેશે.

Related posts

આગામી ૫ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયા વરસાદની આગાહી…

Charotar Sandesh

ગુજરાત ચૂંટણીમાં મતદાનના દિવસે શાળા-કોલેજો અને સરકારી કચેરીઓમાં રજાને લઈ આવ્યા સમાચાર, જુઓ

Charotar Sandesh

રાજ્યના પ શહેરોમાં બનશે ૭૦ માળથી વધુની ગગનચૂંબી બિલ્ડિંગો…

Charotar Sandesh