Charotar Sandesh
ઈન્ડિયા ઓટો બિઝનેસ

કોરોનાની આર્થિક આફત : વાહનોના વેચાણમાં ૮૯%નો ઘટાડો : FADA

જૂનના પ્રથમ સપ્તાહમાં શોરૂમ ખુલ્યા છતા વાહનોની માંગ નહીંવત…

ન્યુ દિલ્હી : કોરોના મહામારીને પગલે દેશના તમામ સેક્ટર્સને મંદીનો માર સહન કરવો પડ્યો છે. ઓટોમોબાઈલ ઉદ્યોગ પણ આમાંથી બાકાત રહ્યો નથી. એપ્રિલ અને મે માસમાં લોકડાઉનની અસરથી વાહનોની માંગ તળિયે પહોંચી ગઈ હતી. મેમાં પેસેન્જર વાહનોની રિટેલ માંગ ૮૬.૯૭ ટકા ઘટીને ૩૦,૭૪૯ એકમ રહ્યું હતું. કોરોના વાયરસ લોકડાઉનથી ઓટો વેચાણને જોરદાર ફટકો પડ્યો હતો. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (એડએડીએ)એ જણાવ્યા મુજબ તેમના દ્વારા ૧,૪૩૫ આરટીઓ પૈકી ૧,૨૨૫ આરટીઓમાંથી મેળવેલા રજિસ્ટ્રેશનના ડેટા મુજબ મે ૨૦૧૯માં કુલ ૨,૩૫,૯૩૩ યુનિટ પેસેન્જર વાહનોનું વેચાણ નોંધાયું હતું.

દમરિયાન સમીક્ષક ગાળાં ટુવ્હીલર વેચાણ ૮૮.૮ ટકા ઘટીને ૧,૫૯,૦૩૯ યુનિટ રહ્યું હતું જે અગાઉ ૧૪,૧૯,૮૪૨ યુનિટ રહ્યું હતું. વ્યવસાયિક વાહોનું વેચાણ ૯૬.૬૩ ટકા ઘટીને ૨,૭૧૧ (૮૦,૩૯૨) યુનિટ રહ્યું હતું.

લોકડાઉન દરમિયાન ઓટોરીક્ષા સહિત પેસેન્જર વાહનોની અવરજવર પર મર્યાદા લાગુ કરાઈ હોવાથી થ્રી વ્હીલર્સું વેચાણ ૯૬.૩૪ ટકા ઘટીને ૧,૮૮૧ યુનિટ થયું હતું જે અગાઉના વર્ષના આ જ ગાળામાં ૫૧,૪૩૦ યુનિટ હતું. તમામ શ્રેણીમાં વાહોનું વેચાણ ૮૮.૮૭ ટકા ઘટીને ૨,૦૨,૬૯૭ યુનિટ નોંધાયું હતું જે ૧૮,૨૧,૬૫૦ યુનિટ રહ્યું હતું.
એફએડીએના અધ્યક્ષ આશિષ હર્ષરાજ કાલેએ જણાવ્યું હતું કે, મેના અંત સુધીમાં ૨૬,૫૦૦ એકમો પૈકીના ૬૦ ટકા શોરૂમ તેમજ ૮૦ ટકા વર્કશોપ પુનઃ કાર્યરત થઈ ગયા છે. દેશના કેટલાક ભાગોમાં હજુ પણ લોકડાઉન યથાવત હોવાથી મેના આંકડા માંગની સ્થિતિનું વાસ્તવિક ચિત્ર રજૂ કરી શકતા નથી. જૂનના પ્રથમ દસ દિવસમાં મોટાભાગના ડિલર્સે કામગીરી શરૂ કરી હોવા છતા માંગ તળિયે જોવા મળી છે. ગ્રામ્ય સ્તરે નબળો ગ્રાહક વિશ્વાસ રહેતા તેમજ કોરોનાના સામુદાયિક સંક્રમણના ફફડાટથી લોકો ખરીદી કરવાનું ટાળી રહ્યા છે.

Related posts

દાઉદ ઈબ્રાહિમ વિરૂદ્ધ સરકારની મોટી કાર્યવાહી, ૭ પ્રોપર્ટીની કરાશે હરાજી…

Charotar Sandesh

મુંબઈમાં ૪ દિ’થી એકધારો વરસાદ : શહેર પાણી-પાણી

Charotar Sandesh

પ્રિયંકા ગાંધીના સરકાર પર પ્રહાર, ’દેશમાં મંદીની સ્થિતિ માટે જવાબદાર કોણ…?’

Charotar Sandesh