Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના સંક્રમણની રસી વિકસિત કરવાના મામલામાં આપણે સૌથી આગળઃ પીએમ મોદી

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી એલાન કર્યુ હતું કે દેશના તમામ નાગરિકોને નેશનલ ડિજિટલ હેલ્થ મિશન હેઠળ હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે. હવે ૨ મહિના બાદ પીએમ મોદીએ ફરી સંકેત આપ્યા છે કે ડિજિટલ હેલ્થ આઈડીનો ઉપયોગ રસીકરણ માટે સુનિશ્ચિત કરાશે. ‘ગ્રાન્ડ ચેલેન્જીસ’ની વાર્ષિક બેઠકને સંબોધિત કરતા ઉદ્ધાટન ભાષણમાં મોદીએ કહ્યું કે કોરોના સંક્રમણની રસી વિકસિત કરવાના મામલામાં આપણે સૌથી આગળ છીએ અને તેમાંથી કેટલીક તો એડવાન્સ સ્ટેજ પર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના અનુભવ અને પ્રતિભા રિસર્ચની રીતે ભારત વૈશ્વિક સ્વાસ્થ્ય સેવાઓના કેન્દ્રમાં રહેશે અને ઈચ્છશે કે તેઓ બીજા દેશોની મદદ કરે. તેમણે યાદ અપાવ્યું કે વૈશ્વિક રસીકરણ કાર્યક્રમોમાં ઉપયોગમાં આવનારા ૬૦ ટકા રસીના ડોઝનું ઉત્પાદન ભારતમાં થાય છે.
ભારત પહેલેથી જ એક વેલ એસ્ટાબિલિસ્ટ રસી ડિલિવરી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે અને ડિજિટલ હેલ્થ આઈડીની સાથે આ ડિજિટલ નેટવર્કનો ઉપયોગ આપણા નાગરિકોના રસીકરણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે ભારત પહેલેથી જ વ્યવસ્થિત રીતે સ્થાપિત રસી વિતરણ સિસ્ટમ પર કામ કરી રહ્યું છે અને ડિજિટલ હેલ્થ આઇડીની સાથે આ ડિજિટલ નેટવર્કનો ઉપયોગ આપણા નાગરિકોને રસીકરણ સુનિશ્ચિત કરાવા માટે કરાશે. આ યોજના અનુસાર, દેશના દરેક નાગરિકના સ્વાસ્થ્યની જાણકારી એક કાર્ડમાં રેકોર્ડ કરવામાં આવશે. તેને હેલ્થ કાર્ડ કહેવામાં આવશે. તેમાં વ્યક્તિની દરેક પ્રકારના પ્રિસ્ક્રિપ્શન અને ટેસ્ટ માહિતી હશે, જેને ગમે ત્યારે ગમે ત્યાં જોઈ શકાશે. દર્દીનો હેલ્થ ડેટા રાખવા માટે ડોક્ટર, હોસ્પિટલ અને ક્લિનિક એક સેન્ટ્રલ સર્વર સાથે કનેક્ટ રહેશે. આ યોજના દેશના નાગરિકો અને હોસ્પિટલો માટે સ્વૈચ્છિક રહેશે. એટલે કે, આ યોજનામાં કોઈપણ પોતાની ઈચ્છાથી સામેલ થઈ શકશે.
તેમાં પ્રાઈવેસીનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. કાર્ડ બનાવવા પર તમને એક સિંગલ યુનિક આઈડી મળશે. આ આઈડીથી તમે લોગિન કરી શકશો. કાર્ડ કેવી રીતે બનશે, તેની જાણકારી હજી સુધી જાહેર કરવામાં નથી આવી. આ યોજનાને ચાર ફીચરની સાથે શરૂ કરવામાં આવશે. તેમાં હેલ્થ આઈડી, હેલ્થ રેકોર્ડ, ડિજી ડોક્ટર, અને હેલ્થ ફેસિલિટી મળશે. આ યોજનામાં ઈ-ફાર્મસી અને ટેલીમેડિસિનની સુવિધા પણ મળશે. પીએમએ કહ્યું કે ભારતના આકાર અને વિવિધતાએ હંમેશા વૈશ્વિક સમુદાયને ઉત્સુક કર્યા છે. આપણો દેશ સંયુક્ત રાજ્ય અમેરિકાની વસતી કરતા ૪ ગણો મોટો છે. આપણા અનેક રાજ્યો યુરોપના દેશોની બરાબર છે. ભારતમાં કોરોનાથી મૃત્યુદર બહુ ઓછો છે. આજે આપણે દરરોજના નોંધાતા કેસ અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો જોઈ રહ્યા છીએ. ભારતમાં ૮૮ ટકા હાઈએસ્ટ રિકવરી રેટ છે. એવું એટલા માટે છે કેમ કે ભારતમાં જ્યારે લગભગ ૧૦૦ કેસ હતા ત્યારે પહેલા લોકડાઉન કરનારા દેશોમાં આપણે હતા. માસ્કના ઉપયોગને પ્રોસ્તાહિત કરનારાઓમાં આપણે હતા.

Related posts

હું પહેલેથી જ જાણતો હતો કે પાયલટ દગાબાજ છે : ગેહલોત

Charotar Sandesh

એનએસયુઆઈનું હલ્લાબોલ… રસ્તે દોડતી બીઆરટીએસ બસો અટકાવી, મુસાફરો અટવાયા…

Charotar Sandesh

અવાજ ઉઠાવનારા નેતાઓને ગદ્દાર અને જયચંદ્દ કહેવા તે ખોટુ : કપિલ સિબ્બલ

Charotar Sandesh