Charotar Sandesh
ઈન્ડિયા

કોલસાની ખાણો અને વિમાની મથકોનું ખાનગીકરણ કરાશે : સીતારમન

૨૦ લાખ કરોડના પેકેજનો ભાગ-૪ નાણાંમંત્રીએ જાહેર કર્યો…

આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવા રોકાણ વધારવા માટે પોલિસી રિફોર્મ્સ કરવામાં આવશે,કોલ સેક્ટરમાં પ્રોત્સાહન માટે રૂપિયા ૫૦ હજાર કરોડનું પ્રોત્સાહન,કોલસા, ખનિજ અને રક્ષા ઉત્પાદન સહિત ૮ સેક્ટર પર ધ્યાન આપવામાં આવશે,સંરક્ષણ ક્ષેત્રમાં વિદેશી રોકાણની મર્યાદા ૪૯ ટકાથી વધારી ૭૪ ટકા કરાઈ,સંરક્ષણ ક્ષેત્રની સરકારી કંપનીના આઇપીઓ રજૂ કરવામાં આવશે
ભારતને આત્મનિર્ભર બનાવવા મહત્ત્વના સેક્ટરમાં ખાનગીકરણનો સહારો લેવાશે
૫૦૦ મિનરલ માઈન્સની હરાજી થશે, કોલ ઈન્ફ્રા પાછળ ૫૦,૦૦૦ કરોડનું રોકાણ થશે,ભારતમાં જ હથિયારોના ઉત્પાદનનો લક્ષ્યાંક

ન્યુ દિલ્હી : કોરોના લોકડાઉનથી અર્થતંત્રને થયેલી નકારાત્મક અસરોમાંથી દેશને બહાર લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા આત્મનિર્ભર ભારત અભિયાન માટે ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજના ભાગ-૪ હેઠળ નાણા મંત્રી નિર્મલા સીતારામને આજે સતત ચોથા દિવસે પેકેજની જાહેરાત કરી હતી. આજે તેમણે પ્રાથમિકત માળખાકિય ક્ષેત્રમાં સુધારણા માટે પેકેજ જાહેર કર્યું હતું. જેમાં કોલસા ક્ષેત્રનું ખાનગીકરણ થશે. વધુ ૬ એરપોર્ટનું ખાનગીકરણ કરાશે.
તેમણે જાહેરાત કરી કે કોલસા ક્ષેત્રમાં સરકારી એકાધિકારવાદ એટલે કે ઇજારાશાહી ખતમ કરાશે અને ખાનગી કંપનીઓને પણ કોલસા ઉત્પાદનની તકો અપાશે. કોલસા શ્રેત્રે હવે વાણિજયિક ઉત્પાદન થશે. કોલસા ક્ષેત્રે આત્મનિર્ભર થવા ૫૦ નવી કોલસાની ખાણો ઉત્પાદન માટે હરાજીથી અપાશે. ખાનગી કંપનીઓને આમંત્રિત કરાશે. નિયત સમય કરતાં વહેલું ઉત્પાદન કરનાર કંપનીઓને પ્રોત્સાહનો આપવામાં આવશે. કોલસા ઉત્પાદન માટે ૫૦ હજાર કરોડનો ખર્ચ કરાશે. જાહેર હરાજી દ્વારા ખાનગી કંપનીઓને કોલસાની ખાણો અપાશે. કોલસાને ગેસમાં રૂપાંતરિત(ગેસીફિકેશન) કરવાની ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. વાજબી કિંમતે કોલસો વપરાશકારોને આપવામાં આવશે. ખનિજોના ઉત્ખનન માટે પણ પ્રોત્સાહનો અપાશે. ૪૦,૦૦૦ કરોડ કોલસાના ખનન માટે અને ૧૦,૦૦૦ કરોડ ટન કોલસાના સંગ્રહ માટે ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા વપરાશે.
તેમણે વધુમાં કહ્યું કે, ૫૦૦ મિનરલ માઈન્સની હરાજી થશે. ઉત્ખનન માટે સ્ટેટ ઓફ ધ આર્ટની ટેક્નિકનો ઉપયોગ થશે. મિનરલ ઈન્ડેકસમાં રેન્કિંગ અપાશે, બ્લોકસ આપતી વખતે સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત અપાશે.
સંરક્ષણ શસ્ત્રસંરજામના ઉત્પાદનમાં મેક ઇન ઇન્ડિયાની નીતિ લાગૂ કરાશે. સૈન્ય હથિયારોનું ઉત્પાદન ભારતમાં થાય તેવા પ્રયાસો કરાશે. જેથી ઓછામાં ઓછા હથિયારો વિદેશથી આયાત કરવા પડે. હથિયાર ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર કરાશે. સ્થાનિક રોજગારી વધશે. ખાનગી કંપનીઓને તકો મળશે.
પ્રવાસીઓને સારી સુવિધા આપવા માટે ૬ વધુ એરપોર્ટનું ખાનગીકરણ કરાશે. હાલમાં ૧૧ એરપોર્ટ ખાનગી કંપનીઓને આપવામાં આવ્યાં છે., ૧૩ હજાર કરોડનું મૂડીરોકાણ આવશે. ઓછા અંતરથી વિમાનો ઉડે તેવા પ્રયાસો થશે.. વિમાનોના સમારકામ માટે ભારતમાં જ સુવિધા ઉભી થાય તેવા પ્રયાસો કરાશે. હાલમાં વિદેશમાં સમારકામ માટે તમામ પ્રકારના સીવીલ અને ડિફેન્સ વિમાનો મોકલવામાં આવે છે. સમારકામ માટે હાલમાં ૨ હજાર કરોડનો ખર્ચ થાય છે. ઇઝ ઓફ ડૂઇંગ એટલે કે બિઝનેશ કરવામાં સરળીકરણ ઉપર ભાર મૂકાયો છે. પોતાના લોકલ ઉત્પાદનોને વિશ્વસ્તરના બનાવવા પડશે,. આત્મનિર્ભર ભારત માટે ગ્લોબલ સ્પર્ધા માટે પણ સુસજ્જ થવુ પડશે.
વીજ ક્ષેત્રમાં સુધારા કરવા માટે ગ્રાહકેના હિતમાં સ્માર્ટ વીજ મીટરનો ઉપયોગ કરાશે. શરૂઆતના ત્રણ તબક્કામાં લોકોની સુખાકારી માટે નિર્ણય લીધો છે હવે આપણે આત્મનિર્ભરતા પર ફોકસ કરવાનું છે વૈશ્વિક પ્રતિસ્પર્ધા માટે ભારતે તૈયાર થવાનું છે માળખાગત રીફોર્મ પર થશે ફોકસ .મોદી સરકારે છ વર્ષમાં વિકાસ અને નીતિગત સુધારા પર ધ્યાન આપ્યું છે ડ્ઢમ્‌ મોદી સરકારની દેન છે. ય્જી્‌એ વન નેશન વન માર્કેટને ફળીભૂત કર્યું છે. ૈંમ્ઝ્રએ નાદારી પ્રક્રિયા સરળ બનાવી છે.ઃ બેંકોને સક્ષમ બનાવી છે. મેક ઈન ઈન્ડિયા હવે આત્મનિર્ભર ભારતમાં ફળીભૂત થશે.

Related posts

દેશમાં લોકતંત્ર છે, પણ દરેક વ્યક્તિ વિરોધના નામે રસ્તા રોકવા લાગશે તો કેમ ચાલશે? : સુપ્રિમ

Charotar Sandesh

આધારકાર્ડમાં આવી ભૂલ ભારે પડી જશે, સરકાર સીધો ફટકારશે 10 હજારનો દંડ…

Charotar Sandesh

કાશ્મીરમાં લેન્ડલાઈન સેવા પૂર્વરત, જમ્મૂમાં ૨જી ઈન્ટરનેટ સેવા શરૂ…

Charotar Sandesh