Charotar Sandesh
ગુજરાત

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી પરિણામ : ભાજપની તમામ 8 બેઠકો પર સરસાઈ, મોરબીમાં રસાકસી…

બપોરના 2 વાગ્યા સુધીમાં પરિણામ સ્પષ્ટ થવાની સંભાવના…

મોરબી : ગુજરાત વિધાનસભાની 8 બેઠકની 3 નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણી માટે મંગળવારે મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી ગણતરી શરૂ થઇ છે. સૌથી પહેલા બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરવામાં આવી છે. મોરબી, લીંબડી, ધારી, કરજણ, અબડાસા, ગઢડા, કપરાડા અને ડાંગ બેઠકમાં ભાજપ આગળ છે. મોરબી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી છે. આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાનમથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી ઇવીએમની સંખ્યા પણ વધી છે, જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે, જેથી પરિણામ દોઢથી બે કલાક જેટલું વિલંબથી આવશે. ચિત્ર સ્પષ્ટ થતાં બપોરે 12થી 2 વાગે એવી પણ શક્યતા છે.

મોરબીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા બ્રિજેશ મેરજા ભાજપની ટિકિટ ઉપરથી ઉભા રહ્યા હતા. ત્રણ રાઉન્ડના અંતે મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ 3,300 મતથી આગળ હોવાનું જણાયું હતું. જો કે બપોરના 12 વાગ્યે 14માં રાઉન્ડની ગણતરી શરૂ થતા બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના ઉમેદવારની સાઈડ કાપી હતી અને 3,300 મતની સરસાઈ કાપીને 728 મતથી આગળ નિકળ્યા હતા. જો કે આ બેઠક પર છેલ્લે સુધી રસાકસી યથાવત્ રહેવાની શક્યતા છે.

Related posts

ગુજરાતમાં એકસાથે ૩૪ PI અને ૫૦ PSI ની બદલી થતા ખળભળાટ…

Charotar Sandesh

રથયાત્રાની જળયાત્રાને મળી મંજૂરી, ૧૦૮ ને બદલે માત્ર ૫ કળશમાં પાણી ભરાશે…

Charotar Sandesh

ગુજરાત પેટાચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ… કુલ ૧૪.૭૬ લાખ મતદારો મત આપશે…

Charotar Sandesh