Charotar Sandesh
ઈન્ડિયા

ગૃહમંત્રી અમિત શાહ થયા સ્વસ્થ : કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો…

ખુદ ગૃહમંત્રીએ ટિ્‌વટ કરી જાણ કરી…

ન્યુ દિલ્હી : ભારતના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અમિત શાહનો આજે કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અમિત શાહ કોરોના પોઝિટીવ આવ્યા બાદ દિલ્હીની હોસ્પિટલમાં દાખલ થયા હતા. દિલ્હીમાં કોરોના રોકવા માટે યોજેલી બેઠકો દરમિયાન તેમને ચેપ લાગ્યો હતો. આજે તેઓ ફરી સ્વસ્થ થયા છે. જોકે, હજુ પણ તેઓ હોમ આઈસોલેશનમાં રહેશે. આ બાબતે અમિતશાહે એક ટ્‌વીટ પણ કરી છે.
અમિત શાહે પોતાની ટિ્‌વટમાં લખ્યું હતું કે, આજે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ નેગેટિવ આવ્યો છે. હું ઇશ્વરને આભાર વ્યક્ત છું અને જેમણે મારી તબિયત માટે શુભકામનાઓ વ્યક્ત કરી અને મારા પરિવારને દિલાસો આપ્યો તે તમામનો હું દિલથી આભાર માનું છું. તબીબોની સલાહ પર હજુ બીજા કેટલાક દિવસ હું હોમ આઈસોલેશનમાં રહીશ.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અગાઉ કોરોનાથી સંક્રમિત થયા હતા. જો કે, હવે તેમની તબિયત સારી છે અને તેઓ કોરોનાથી સાજા થઈ ગયા છે. આ અંગે તેમણે ખુદ એક ટ્‌વીટ કરી જાણકારી આપી હતી.
ગૃહમંત્રી અમિત શાહની ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ૨ ઓગષ્ટના રોજ અમિત શાહ કોરોના પોઝિટિવ જણાયા હતાં. ત્યાર બાદ ડોક્ટરોની સલાહ પર તેઓ મેદાંતા હોસ્પિટલમાં દાખલ થયા હતાં. તેમને કોરોના વાયરસના સામાન્ય લક્ષણો હતાં.

Related posts

પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ ન માગી શકે : કોર્ટનો ચુકાદો

Charotar Sandesh

ભાજપના વરિષ્ઠ નેતા-પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું 66 વર્ષની વયે નિધન : દિલ્હીની એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા…

Charotar Sandesh

રોકાશે નહીં અર્થવ્યવસ્થાની ગતિ, નવું રાહત પેકેજ આપવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર…

Charotar Sandesh