Charotar Sandesh
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ ઈન્ટરેસ્ટિંગ ધર્મ ભક્તિ

જાણો… એક સમયે આફ્રિકાના ખૂંખાર ડોન બનેલા સુભાષ પટેલને પ્રમુખ સ્વામીએ બનાવેલા સંસ્કારી : ગઈકાલે થયું નિધન…

જો સાચા ગુરુનો સંગ થઈ જાય તો જીવનમાં આમૂલ પરિવર્તન આવી જતું હોય છે પણ જો ગુરુ સાચા ન મળ્યા હોય તો અવળા માર્ગે વાળી દેતાં હોય છે તથા વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે. સાચા સંતના સંગને લીધે ગમે તેવો પાપી જીવ હોય તે સાચા રસ્તે વળી જાય છે. કોઈપણ ધર્મના ગુરુ હોય પરંતુ જો તેમનામાં ભક્તિ સાચી હશે તેમજ તેઓ સાચા ગુરુ હશે તો કોઈપણ વ્યક્તિને અવળા માર્ગ પરથી સત્યનાં માર્ગ પર લઇ જાય છે.

  • વર્ષ ૧૯૭૧-’૯૫ સુધી પોતાનું જીવન ભયાનક રીતે પસાર કરનાર એક ગુજરાતીના જીવનમાં આટલું પરિવર્તન આવશે, એવું ભાગ્યે જ વિચારી શકાય….

આફ્રિકા સત્સંગ મંડળ ના મોટેરા અને આધાર સ્તંભ સમાન સત્સંગીપ.બોચાસણ ના હીરા મુખી ના વંશજ એવા પરમ ભક્તરાજ સુભાષભાઇ પટેલ પ.બીએપીએસ તાંઝાનિયાના અધ્યક્ષ, (દર-એ-સલામ) (દાદા) આજે તાંઝાનિયા સમયના ૧૧.૦૦ કલાકે અક્ષર નિવાસી થયા છે… એમની સેવાપએમની નિષ્ઠાપ એમનું સમર્પણપ..નિર્માની પણુંપ દાસનુદાસ વૃત્તિ અજોડ હતા… આપણા વૈશ્વિક સત્સંગ પરિવારે એક સાચો ભક્ત ગુમાવ્યા છે જેણે નિસ્વાર્થ રીતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની સેવા કરી હતી અને ખરેખર તેમનો રાજીપો ખૂબ ખૂબ મેળવ્યો હતો…

આપ સૌ જાણતા જ હશો કે, વાલેરો લુટારો કઈ રીતે વાલ્મીકી બની ગયો ? આવો જ એક પ્રસંગ આજે અમે તમને જણાવવાં માટે જઈ રહ્યા છીએ કે, આ પ્રસંગ સાંભળીને તમારાં રૂંવાડા ઉભા થઇ જશે. ચાલો જાણીએ આ પ્રસંગ કોનો અને ક્યાં ગુરુ અંગેનો છે. આફ્રિકાના જંગલોમાં પ્રાણીઓનાં શિકારનો શોખ ધરાવતાં તથા વર્ષ ૧૯૭૧-’૯૫ સુધી પોતાનું જીવન ભયાનક રીતે પસાર કરનાર એક ગુજરાતીના જીવનમાં આટલું પરિવર્તન આવશે, એવું ભાગ્યે જ વિચારી શકાય.

આ ગુજરાતી વ્યક્તિ એટલે સુભાષભાઈ પટેલ. વર્ષ ૧૯૯૫ માં પ્રમુખ સ્વામીની સાથેની મુલાકાતને લીધે સુભાષ પટેલનું જીવન બદલી નાખ્યું હતું. ફક્ત ૨ સેકન્ડની મુલાકાત સુભાષભાઈને એટલી અસર કરી ગઈ કે, તેઓએ વ્યસન, દુરાચાર, કુસંગ, મારઝૂડ બધું જ છોડી દીધું હતું. તેઓએ ફક્ત તેમના બિઝનેસ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

આ સુભાષભાઈ પટેલ મૂળ ચરોતરના રહેવાસી છે. આની સાથે જ તેઓ ખેડૂત પુત્ર છે. શૂન્યમાંથી સર્જન કરનાર એક કિસાનપુત્રએ કેવી પ્રગતિ કરી છે. જેની માહિતી આજે અમે તમને જણાવીશું. સુભાષભાઈ પટેલ હાલમાં આફ્રિકાના કુલ ૪ દેશોમાં અબજોનો બિઝનેસ કરી રહ્યાં છે. સુભાષભાઈ પટેલ તાંઝાનિયાના સૌથી ધનાઢ્ય તેમજ મોટીસન ગ્રુપના સ્થાપક-ડિરેક્ટર છે. મોટીસન ગ્રુપનું તાંઝાનિયામાં ઉત્પાદન ક્ષેત્રમાં વિશાળ સામ્રાજ્ય રહેલું છે. સુભાષ પટેલનું ઇન્ડસ્ટ્રીઅલ એમ્પાયર આફ્રિકાના મોટાભાગના નફાકારક ક્ષેત્રમાં નોંધપાત્ર હાજરી ધરાવી રહ્યાં છે. સાદુ-સરળ જીવન પસાર કરનાર તેમજ લાંબુ વિચારનાર સુભાષ પટેલ પ્રસિદ્ધિથી ખુબ દૂર રહે છે.

સુભાષભાઈ પટેલને દર પૂનમે પોતાના ગુરુવર્યના દર્શન કરવાનો નિયમ છે. ત્યારપછી ભલે ગુરુ વિશ્વનાં કોઈપણ ખૂણે હોય તેઓ એમનાં દર્શન કરવા માટે અચૂક જાય છે. તેઓ પોતાના ગુરુ પ્રમુખસ્વામી મહારાજ તેમજ હાલમાં BAPS સંસ્થાના મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે દર પૂનમે પોતાનો કામ ધંધો છોડીને દર્શન કરવા માટે આવે છે.

  • Jignesh Patel, Anand

Related posts

ચંદ્રયાન-૨નું સફળ લોન્ચિંગ : બોલિવૂડ સ્ટાર્સે પાઠવી શુભેચ્છાઓ…

Charotar Sandesh

रक्षा बंधन त्यौहार की उत्पत्ति के पीछे कई किंवदंतियाँ हैं : भगवान इंद्र और इंद्राणी से लेकर सिकंदर और पोरस तक

Charotar Sandesh

જાણો શા માટે પીવું જોઈએ માટલાનું પાણી…?

Charotar Sandesh