Charotar Sandesh
ગુજરાત

જીટીયુમાં ડેટા સાયન્સનો કોર્ષ શરુ કરાયો…

અમદાવાદ : આગામી સમય હવે ડિજીટલ યુગ રહેવાનો છે અને કારકિર્દીની ઉજળી તકો પણ ડિજીટલ તરફ જોવાઇ રહી છે. માર્કેટની આ ડિમાન્ડને જોતા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા ડેટા સાયન્સનો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. આ ડેટા સાયન્સના કોર્ષમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓની કતાર લાગી છે.
નવા શરૂ કરાયેલા આ કોર્ષમાં માત્ર ૩૦ બેઠકો માટે ૪૦૦ વિદ્યાર્થીઓની અરજી જીટીયુ ને મળી છે. એટલુ જ નહીં, આ પ્રકારનો કોર્ષ શરૂ કરવામાં જીટીયુ રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે. વધતા જતા ડિજીટલ યુગમાં ડેટાનું ખુબજ મહત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડીઝીટલ ઇન્ડિયાને પ્રાધાન્ય આપે છે. હાલમાં મેસેજની આપ લેથી માંડીને ખરીદી ઓનલાઇન થઈ ગઈ છે અને હવે તો અભ્યાસ પણ ઓનલાઇન થયો છે ત્યારે ડેટા સાયન્સનો અભ્યાસક્રમ જીટીયુ દ્વારા શરૂ કરાયો છે.
જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું કે, એક સમયે વાયબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગ પતિ મુકેશ અંબાણીએ પણ હાલના સમયમાં ડેટા સોનાની ખાણ છે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો. અને ડેટાએ હાલ માંર્કેટની ડિમાન્ડ છે. તેને ધ્યાને લઈને જીટીયુ દ્વારા ડેટા સાયન્સનો કોર્ષ શરૂ કર્યો છે. આ કોર્ષ શરૂ કરનાર જીટીયુ રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે. આ કોર્ષ માં એડમીશન માટે જીટીયુને ૪૦૦ અરજીઓ મળી છે. જેમાંથી મેરિટ પ્રમાણે ૩૦ બેઠકો ભરવામાં આવશે. વિદ્યાર્થીઓને ડેટા માઇનિંગ અને ડેટા એનાલીસીસનો અભ્યાસ કરવામાં આવશે.

Related posts

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સે જીતી IPL-2022 ની ફાઈનલ ટ્રોફી : સ્ટેડિયમમાં જશ્નનો માહોલ

Charotar Sandesh

ખેડૂત નેતા રાકેશ ટિકૈત આબુ રોડથી ટ્રેક્ટર યાત્રા લઇ ગુજરાતમાં એન્ટ્રી કરશે…

Charotar Sandesh

રાજકોટનું ધમણ-૩ વેન્ટિલેટર તમામ પરીક્ષણમાં પાસ : જ્યોતિ સીએનસી

Charotar Sandesh