Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ

જીવનમાં સંબંધ હોય કે સફર જવાબ મળતો બંધ થાય, એટલે વળાંક લઇ લેવો જોઈએ…

મને નથી ગમતું એટલે તને પણ ના ગમવું જોઈએ…

  • “સંબંધ હોય કે સફર જવાબ મળતો બંધ થાય એટલે વળાંક લઇ લેવો જોઈએ” વ્યક્તિના જરૂરિયાત મુજબના સંબંધથી સમયસર ચેતી જવું જરૂરી છે.

કોઈ પણ સંબંધ હમેશા લાગણી અને માન ઝંખતો હોય છે. તમારી સ્વાર્થી જરૂરિયાત પૂરી થઈ ગઈ એટલે વ્યક્તિની જરૂર પણ ઓછી થઈ જાય, તમને કોઈ વ્યક્તિ, વસ્તુ નથી ગમતી તો એનો અર્થ એ નથી કે તમારા સાથી કે મિત્રને પણ ના ગમે. વારંવાર આપણી સમક્ષ આવી ઘટનાઓ બનતી જાય છે. જેના લીધે અણગમો ઊભો થાય છે, જેનાથી તમારું મન તરડાય છે અને તમે બેચેની અને અજંપો અનુભવો છું. પરંતુ શું કામ આપણે કોઈ પાસે એવી આશા, અરમાન, આકાંક્ષા રાખવા પડે છે. પરંતુ આપણને ટેવ પડી ગઈ છે રોકાવટ કરવાની, વાત વાતમાં માઠું લગાડવાની.
જેની ઉપર સૌથી વધુ વિશ્વાસ કરતા હોઈએ એજ ઘણી વાર આપણને સહુથી વધુ લાઈટલી લેતા હોઈએ છીએ.
 છે જ ને! સામે જ છે, હું બોલાવીસ એટલે મારી પાસે આવશે જ ને! ક્યારેય કે એવો વિચાર આવે છે કે કોઈ દિવસ એ જવાબ નહિ આપે તો? નહિ આવે તો? ખાલીપો બોલવામાં સહેલો હોય છે, પણ સહન કરવામાં બહુ અઘરો હોય છે. કોઈ વ્યક્તિના જવાથી સર્જાતો શૂન્યવકાશ આપણને સુકવી નાખતો હોય છે. આખું અસ્તિત્વ તરડાઇ જતું હોય છે. કેટલાક ડુસકા સુકા હોય છે. એ સંભાળતા નથી. આપણની અંદર જ ઉઠે છે અને અંદર જ સમાઈ જાય છે. અંદરના ડુસકા વધુ અઘરા હોય છે. એ અંદરથી આપણને દરોજ થોડું થોડું નીચોવતા હોય છે. અમુક પીડા એવી હોય છે જયારે તમે ડરતા નથી, રડતા નથી, પણ તમારી જર સાથે લડતા હોવ છો. આ યુધ્ધમાં વ્યક્તિની હાર મક્કી હોય છે જેમાં કોઈ શસ્ત્ર કામ નથી આવતું. આપણની અંદર થોડું થોડું કઈક વેતરાતું હોય છે અને એની જે કરચો હોય છેને એ આંખોમાં આશુ બનીને ઉપસી આવે છે. આંખોની ફરતે રચાયેલા કળા કુંડાળા એ વાતની ચડી ફૂકતા હોય છે કે આ આંખો ખુબ વરસી છે અને ખુબ તરસી છે. બધી તરસ છીપતી નથી. કેટલીક તરસ ગાળામાં ડૂમો બનીને શ્વાસ રુનાધતી હોય છે. આપણા અસ્તિત્વને આપણા વ્યક્તિત્વને થોડું થોડું નિચોવતી હોય છે. પણ કદાચ શંકાના નશામાં ચૂર હોય તેને નહિ સમજાય છે.
પણ એક જ સમયે બે વ્યક્તિની લાગણી સરખી ક્યાં હોય છે. લાગણી પ્રગટ કરવાની તાલાવેલી પણ જુદી જુદી હોય છે. ઘણી વખત આપણી જાતને જ આપણે સવાલ કરીએ છીએ, હું જેને એટલું માન સન્માન આપુ છું એટલું જ  સામેવાળી વ્યક્તિને છે ખરૂ? હું જટેલા તાદાત્મ સાથે સામેવાળી વ્યક્તિને સંવાદ કરું છું એટલી જ તાદાત્મ સાથે એ વ્યક્તિ સવાંદ કરે છે ખરી? દરેક વ્યક્તિ એક અવઢ અને ભ્રમ માં જીવતો હોય છે. આપણે આપણી પોતાની વ્યક્તિ માટે અંદાજો બંધાતા હોઈએ છીએ. ઘણી બધી વાર આપણને એવું લાગે છે કે સામેવાળી વ્યક્તિને આપડી કોઈ પડી જ નથી. તું તારું મન હોય, જરૂર હોય ત્યારે મને ફોન કરે, તને ઈચ્છા થાય ત્યારે મને મેસેજ કરે. મારે વાત કરાવી હોય ત્યારે તારે મોડું થતું હોય છે. તારે વાત કરાવી હોય ત્યારે તું એવો આગ્રહ રાખે કે ના, તું મારી વાત સાંભળ. હું દિવસમાં ૧૦ વાર જોવું છું કે તું ઓનલાઈન છે? તારો પ્રોફાઈલ ફોટો જોઈન સંતોષ માની લાવ છું. ક્યારેક એવું થાય છે કે એને મન નહિ થતું હોય? ગૂડ મોર્નીગ નો મેસેજ છેક સાજે મળેત્યાં ઉધીમાં તો મારી ઇવનીગ બેડ થઇ ગઈ હોય.
એક પ્રેમીએ જ્યારે તેની પ્રેમિકા ને કહ્યું, નદી જયારે સાગરને મળતી હશે ત્યારે ખારો દરીતો થોડોક તો મીઠો થતો હશે? વાદળ જયારે પર્વતને સપર્શતું હશે ત્યારે પત્થર થોડોક કુણો પડતો હશે?તું જયારે રિસ્પોન્સ ના આપે ત્યારે જાણે અસ્તિત્વમાં તિરાડો પડી જાય છે. દુકાળ વખતે જમીન પર પડી જતા ચાસ તે જોયા છે? બસ, એવું દ્રશ્ય મારી આંખોમાં સર્જાય છે.
આવા વ્યક્તિઓથી હમેશા બચત રહેવું કે જે તમારા ખભા પર બંધુક મૂકીને પોતાના કામો કરાવે છે વારંવાર કરાવી જાય છે અને જ્યારે તેમણે વાંકું પડે છે ત્યારે મને નથી ગમતું તો તારે પણ નઈ ગમડવાનું કહીને સંબંધોમાં તિરાડો પાડશે.
હું વારંવાર કહું છું અને આજે પણ કહું છું કે “સંબંધ હોય કે સફર જવાબ મળતો બંધ થાય એટલે વળાંક લઇ લેવો જોઈએ”.
  • લેખક :- પિન્કેશ પટેલ – “કર્મશીલ ગુજરાત” નવામુવાડા, લુણાવાડા, મહીસાગર
  • સંકલન :- જીગ્નેશ પટેલ, આણંદ

Related posts

મને મળે તો જૂની રમતો મળે, જૂની એ યાદો, સ્મરણો અને મારૂ એ ખોવાઈયલું બાળપણ મળે..!

Charotar Sandesh

ટેલિવિઝનના પોપ્યુલર શો Man vs Wildમાં અનોખા અંદાજમાં જોવા મળશે PM મોદી…

Charotar Sandesh

રિલાયન્સનું એલાન : ૭૦૦માં મળશે jio Gigafiber ; વાર્ષિક પ્લાન પર ફ્રી LED TV…

Charotar Sandesh