Charotar Sandesh
ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

ડાયેટિંગ કરવા છતાં પણ વજન ઘટતું નથી? તો વાંચી લો આ ડાયટ પ્લાન અને ઘટાડો ઝડપથી વજન…

વજન ઓછું કરવા અને ફીટ રહેવા માટે કસરત અને પરેજી પાળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વજન ઓછું કરવા માટે ઘણા લોકો કસરત કરતાં ડાયેટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. પરેજી પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. પરંતુ કેટલીક વાર ડાયેટિંગ વજન ઘટાડવામાં સફળ નથી થતુ. આ માટે લોકો ઘણીવાર ચિંતાતુર રહે છે. અને તેમના આહારમાં ઘણા ફેરફારો કરે છે.
ઘણી વખત તમે કેટલાક લોકોને જોયા હશે જે લાંબા સમયથી ડાયેટ પર છે, પરંતુ તે તેમના આરોગ્ય અથવા તેમના વજન પર કોઈ ખાસ અસર બતાવતું નથી. જેના કારણે વજન ઓછું થતું નથી. બની શકે કે તમે જે ડાયેટ લઈ રહ્યા છો એ બરોબર જ હોય. જેના માટે મહત્વનું છે કે તમે તમારા આહારમાં સુધારો કરો જે તમારા માટે અસરકારક હોય.
વધતા વજનથી દરેક જણને પરેશાન હોય છે. વધારે વજનથી પરેશાન મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે તમામ પ્રકારની રીત અપનાવવા માટે તૈયાર હોય છે, પછી ભલે તેનો અર્થ અલગ અલગ જાતના ડાયેટને પોતાના રૂટિનમાં અપનાવવું જ કેમ ના હોય. ઘણીવાર તમે સાંભળ્યું હશે કે ડાયેટ એક એવી વસ્તુ છે, કે જેમાં ઘણા મહત્વપૂર્ણ ખોરાક ઉમેરાયેલા નથી હોતા. ઘણા બધા ડાયેટ છે જેમાં તમે ઉચ્ચ ચરબી અને ઉચ્ચ પ્રોટીન ખોરાક ખાઈ શકો છો.
નિષ્ણાતોના મતે, આવા ડાયેટથી તમારું વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે, પરંતુ તેની અસરો ખૂબ જોખમી હોઈ શકે છે. આવી સ્થિતિમાં એક ભરપુર આહાર વળી ડાયટ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે સંપૂર્ણપણે ફાયદાકારક હોય છે.

શું છે સમૃધ્ધ આહાર ડાયેટ
મોટે ભાગે જો કોઈએ આ ડાયેટિંગનું નામ સાંભળયુ હશે તો તેના ધ્યાનમાં એક જ વસ્તુ આવશે કે તે ડાયેટમાં ઘણા આવશ્યક આહાર શામેલ નથી હોતા, પરંતુ આજે અમે તમને ભરપુર ડાયેટના આહાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ એક નવો પ્રકારનો આહાર છે, જેની મદદથી વજન ઘટાડવાના હકારાત્મક પરિણામો મળે છે. આ ડાયેટમાં એવી ભલામણ કરવામાં આવે છે કે એવો પોષણથી સંબંધિત ખોરાક લેવો જોઈએ, જે વજન ઘટાડવા ઉપરાંત આપણા શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.
સમૃદ્ધ આહાર સાથેનો ડાયેટ જેમાં તમામ ખોરાક શામેલ હોય છે. તેમાં ફાઇબર, પ્રોટીન, ચરબી યોગ્ય માત્રામાં હોય છે. આટલું જ નહીં એમાં ડેરી ઉત્પાદનો, ફળો અને શાકભાજીનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ આહાર મુજબ, તમે તમારી નિત્યક્રમમાં ફાઇબર માટે બ્રેડ, પ્રોટીન માટે ઇંડા, ચરબી માટે એવોકાડો, ડેરી ઉત્પાદનો માટે દહીંનો સમાવેશ કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ બધી બાબતોમાં પુષ્કળ પ્રમાણમાં પોષણ હોય છે, જે તમને સ્વસ્થ તો રાખે જ છે, સાથે સાથે તમને મજબૂત પણ બનાવે છે.

ભરપુર સમૃદ્ધ આહાર – લીલા શાકભાજીનો સૂપ
લીલી શાકભાજી, આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવાની સાથે આપણને રોગોના જોખમથી બચાવવા માટે પણ કામ કરે છે. લીલા શાકભાજીમાં મોટી માત્રામાં ફાઇબર હોય છે. ખાતા પહેલા શાકભાજીનો સૂપ પી શકાય છે. આ સાથે તમે ૨૦% ઓછી કેલરીનો વપરાશ કરશો.

કચુંબર
જમવા સાથે સલાડ ફક્ત સ્વાદ માટે જ નહીં પણ તમારું વજન ઓછું કરવા માટે પણ ખાઈ શકાય છે. ખાદ્ય પદાર્થો સાથે કચુંબર ખાવાથી તે તમારી ભૂખને ઘટાડે છે જેથી કરીને તમે વધુ કેલરીનો વપરાશ કરી શકતા નથી, જેની સીધી અસર તમારા વજન પર પડે છે. એક અધ્યયન મુજબ સલાડનું સેવન કરવાથી શરીરમાં ૧૧% ઓછી કેલરીનું સેવન આવે છે.

સફરજન
યુ.એસ કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર સફરજનમાં પણ ફાઇબરની માત્રા ખૂબ હોય છે. સફરજનના નાના ભાગમાં લગભગ ૪ ગ્રામ ફાઇબર હોય છે. તો જો તમે પણ વજન ઓછું કરવા માંગતા હોવ તો સફરજનનું બને તેટલું સેવન કરો. (જી.એન.એસ.)

Related posts

ડિસ્પોજલ વાસણનો ઉપયોગ બની શકે છે કેંસરનો કારણ…

Charotar Sandesh

ગોળ અને જીરાનુ પાણી ચરબી ઓછી કરવા સાથે અનેક બીમારીઓથી બચાવશે…

Charotar Sandesh

સરગવામાંથી કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારી દુર કરતા તત્ત્વો મળ્યાં : જૂનાગઢના કૃષિ યુનિ.માં સંશોધન

Charotar Sandesh