નડિયાદ : રાજ્યમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આ ઘાતક વાયરસે ગુજરાતમાં ઘણા લોકોનો ભોગ લીધો છે. ગુજરાતનાં નડિયાદમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં નડિયાદમાં કોરોના પોઝિટીવ બે દર્દીઓના મોત નિપજ્યા છે. કોરોના દર્દીોનાં મોતનાં સમચારથી આરોગ્યતંત્રમાં હડકંપ મચ્યો છે.
જેમાં મહેમદાવાદની ૭૦ વર્ષીય વૃદ્ધા અને ૬૮ વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. વૃદ્ધાને ગત ૧૧ મે ના રોજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા..અને વૃદ્ધને ૧૯ મેના રોજ ખસેડવામાં આવ્યા હતા. કોરોનાની સારવાર દરમિયાન બન્ને વૃદ્ધના મોત નિપજ્યા છે.