Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નવી મુંબઇની NMMC હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર કરતી અડાસ ગામની ડોક્ટર યુવતી…

અડાસ ગામની આ દીકરીની કટિબદ્ધતાથી પરિવાર સહિત ગ્રામજનો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે...

આણંદ : વિશ્વના દેશોમાં કહેર વરસાવનાર કોરોના વાયરસના ભારતમાં પગપેસારા સાથે પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, બીજી તરફ કોરોના સંક્રમણને અટકાવવા અને દર્દીઓની સારવારમાં પોલીસ, આરોગ્યકર્મીઓ સહિત સેવાભાવીઓ કટિબદ્ધ બની રહ્યાનું જોવા મળી રહેલ છે.

જેમાં આણંદ જિલ્લાના અડાસ ગામે રહેતા ખેડૂત અતુલભાઈ પંડ્યા નાઓની દીકરી કૌરવીબેન પંડ્યા નવી મુંબઈમાં એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી છ મહિનાથી મુંબઈની એનએમએમસી હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે વિકટ પરિસ્થિતિમાં પોતાની ફરજ બજાવી રહી છે. દીકરીની આ કટિબદ્ધતાથી પરિવાર સહિત ગ્રામજનો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

  • Jignesh Patel, Anand

Related posts

વિદ્યાનગર : રક્ષાબંધનમાં બહાર ગામ ગયેલ પરિવારના ઘરનું તાળુ તોડી ૧.૭૦ લાખની મત્તા ચોરી

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ઉતરતી કક્ષા અને ખોટી બ્રાન્ડના ખાદ્યપદાર્થો વેચતી ત્રણ પેઢીઓને રૂ. ૨.૧૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો

Charotar Sandesh

ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા આણંદ જિલ્લાના ખાતર વિક્રેતાઓની શિબિરનું આયોજન કરાયું…

Charotar Sandesh