Charotar Sandesh
ઈન્ડિયા

પ્રથમ તબક્કે ૩ કરોડ લોકોને જ ફ્રીમાં વેક્સિન અપાશે : હર્ષવર્ધન

કોરોના વેક્સિન મુદ્દે કલાકોમાં જ કેન્દ્રીય આરોગ્ય મંત્રીનો યૂ-ટર્ન

૧ કરોડ સ્વાસ્થ્ય કર્મચારી અને ૨ કરોડ ફ્રંટલાઇન વર્કર્સને વિનામૂલ્યે અપાશે રસી, પ્રાથમિકતા યાદીમાં સામેલ ૨૭ કરોડ લોકોને વેકસીન જુલાઇ સુધીમાં અપાશે

બધા ભારતીયોને વેકસીન નહિ લાગે, જરૂર નથી, એટલી વસ્તીને લગાડાશે કે જેથી કોરોના પ્રત્યે હર્ડ ઇમ્યુનીટી વિકસીત થઇ જાય એટલે કે કોરોનાની ચેન તૂટી જાય

દેશના તમામ રાજ્યોમાં ૧૧૬ જિલ્લામાં કોરોના વેક્સિનનું ડ્રાઇ રન કરવામાં આવ્યું, ડો.હર્ષવર્ધને જીટીબી હોસ્પિટલ જઇને તૈયારીઓનો રિવ્યૂ કર્યો

ન્યુ દિલ્હી : કોરોના વેક્સિનેશન અંગે કેન્દ્ર સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. તાજેતરમાં વેક્સિન માટે ઘણાં રાજ્યોમાં ડ્રાય રન સફળ રહ્યો. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને જીટીબી હોસ્પિટલ જઈને તૈયારીઓનો રિવ્યૂ કર્યો. તેમણે કહ્યું હતું કે અફવા પર ધ્યાન ન આપશો. સુરક્ષિત અને અસરકારક વેક્સિન અમારી પ્રાથમિકતા છે. પોલિયોના વેક્સિનેશન વખતે પણ ઘણી અફવાઓ ફેલાવાઈ હતી, પણ લોકોએ વેક્સિન લગાવડાવી અને આજે દેશ પોલિયોમુક્ત થઈ ચૂક્યો છે, સાથે જ સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું- વેક્સિન દિલ્હીમાં જ નહીં, આખા દેશમાં ફ્રીમાં લગાડવામાં આવશે.પછી એક કલાક પછી તેમણે કહ્યું કે, પહેલા તબક્કામાં આ ૩ કરોડ લોકોને ફ્રીમાં મળશે. જેમાં ૧ કરોડ હેલ્થકેર વર્કર્સ અને ૨ કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ સામેલ થશે. બાકી પ્રાથમિકતા યાદીમાં સામેલ ૨૭ કરોડ લોકોને જુલાઇ સુધી કેવી રીતે વેક્સીન આપવામાં આવે તે અંગે નિર્ણય લેવામાં આવશે.
જોકે અહીં એક વાત મહત્વપૂર્ણ છે કે તમામ નાગરિકોને કોરોનાની વેક્સીન નહીં આપવામાં આવે. સરકાર પહેલા ઘણીવાર સ્પષ્ટ કરી ચૂકી છે કે તમામ ભારતીયોને વેક્સીનની જરૂર નછી. માત્ર એટલી જ વસ્તીને વેક્સીન આપવામાં આવશે, જેનાથી કોરોના પ્રત્યે હર્ડ ઈમ્યુનિટી વિકસિત થઈ જાય એટલે કે કોરોનાના સંક્રમણની ચેન તૂટી જાય. હવે સ્વાસ્થ્ય મંત્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે જેમને પણ કોરોનાની વેક્સીન આપવામાં આવશે, તેમને એક પણ રૂપિયો ચૂકવવાનો નહીં રહે. વેક્સીન કોને અપાશે, તે સરકાર નક્કી કરી રહી છે. પહેલા ચરણમાં ૫૧ લાખ લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે, જેમાં હેલ્થ વર્કર્સ, કોરોના વોરિયર અને ૫૦ વર્ષથી મોટી ઉંમરના લોકો અથવા અન્ય ગંભીર બીમારીથી પીડિત લોકો હશે.
સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ પણ વેક્સીનને લઈને અફવાઓથી બચવાની ભલામણ કરી હતી. હર્ષવર્ધને કહ્યું, હું લોકોને અપીલ કરું છું કે અફવાઓ પર ધ્યાન ન આપે. વેક્સીનની સુરક્ષા અને તેની ઉપયોગિતા સુનિશ્ચિત કરવી અમારી પ્રથમ પ્રાથમિકતા છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને શનિવારે દિલ્હીના ગુરુ તેગબહાદુર હોસ્પિટલમાં પહોંચીને કોરોના વેક્સીનના ડ્રાઈ રનનું નિરીક્ષણ કર્યું હતું. જણાવી દઈએ કે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ ૧૧૬ જિલ્લામાં કોરોના વેક્સીનનું ડ્રાઈ રન કરવામાં આવ્યું હતું. આ માટે કુલ ૨૫૯ વેક્સીનેશન બૂથ બનાવવામાં હતા. હકીકતમાં ડ્રાઈ રનમાં કોઈ વેક્સીનનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો પરંતુ માત્ર તેની તપાસ કરવામાં આવી રહી છે કે વેક્સીનેશન માટે બનાવવામાં આવેલી યોજના કેટલી ઉપયોગી છે.
ભારતમાં કોરોનાની રસીની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે અને નિષ્ણાતોની પેનલે શુક્રવારે એક બેઠકમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીને મંજૂરી આપી દીધી છે ત્યારે એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચે ૨૮ દિવસનું અંતર સલામત છે.
ડૉ. ગુલેરિયાએ જણાવ્યું હતું કે, નિષ્ણાતોની સમિતના અધ્યક્ષ તરીકે અમે પ્રાથમિક્તાના ધોરણે રસી આપવા માટે વિવિધ માપદંડો વિકસાવ્યા છે, જે મુજબ પ્રાથમિક્તાના ધોરણે કોરોના સામે લડવામાં સૌથી વધુ જોખમ હોય તેવા ડૉક્ટર્સ, નર્સ, પોલીસ સહિત ફ્રન્ટલાઈન વોરિયર્સને પહેલાં કોરોનાની રસી અપાશે. ભારતમાં છથી આઠ મહિનામાં ૩૦ કરોડથી વધુ લોકોને રસી આપવાની સરકારની યોજના છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ ઉપરાંત ડાયાબિટીસ, અસાધ્ય બિમારી, શ્વાસોચ્છ્‌વાસની બીમારી ધરાવતા લોકોને પહેલાં રસી આપવામાં આવશે.

Related posts

નીતિશ સરકારનું તઘલકી ફરમાન : સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરનારાઓને નહીં મળે સરકારી નોકરી…

Charotar Sandesh

યુપીમાં જાતિય રમખાણો કરાવવાનું કાવતરું થઇ રહ્યું છે : સીએમ યોગી આદિત્યનાથ

Charotar Sandesh

લોકડાઉને ઓટો ઇન્ડસ્ટ્રીની કમર તોડી, એપ્રિલમાં મોટાભાગની કંપનીઓએ એકપણ કાર વેચી નથી…

Charotar Sandesh