Charotar Sandesh
ઈન્ડિયા

બીજી લહેરનું ઘટતું જોર : ૧૨ અઠવાડિયા પછી દેશમાં કોરોનાથી થતા મોતના આંકડામાં ઘટાડો…

ભારતમાં કોરોનાની બીજી લહેરનું ઘટતું જોર…

છેલ્લા ૨૪ કલાકમાં ૧.૫૨ લાખ પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૩૧૦૦થી વધુ લોકોના મોત નિપજ્યા, લગભગ તમામ રાજ્યોમાં નવા કેસમાં ઘટ્યા, કોરોના વાયરસથી રિકવરી રેટ ૯૦ ટકાથી વધુ…

ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. નવા કેસમાં ભારે ઘટાડો થયો છે આ સાથે મોતનો આંકડો પણ ઘટ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા ૧.૫૨ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ૩૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. આ અગાઉ રવિવારે બહાર પડેલા આંકડા મુજબ ૨૪ કલાકમાં ૧.૬૫ લાખ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૩૪૬૦ દર્દીના મોત થયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા ૧,૫૨,૭૩૪ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે ૨,૮૦,૪૭,૫૩૪ પર પહોંચ્યો છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી ૩૧૨૮ દર્દીના મોત થયા છે. કુલ મૃત્યુઆંક ૩,૨૯,૧૦૦ થયો છે. જો કે હવે દેશમાં એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ૨૪ કલાકમાં ૨,૩૮,૦૨૨ દર્દીઓ રિકવર થયા. આ સાથે કુલ સાજા થયેલા લોકોની સંખ્યા ૨,૫૬,૯૨,૩૪૨ થઈ છે. હાલ ૨૦,૨૬,૦૯૨ દર્દીઓ સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં દેશમાં કુલ ૨૧,૩૧,૫૪,૧૨૯ રસીના ડોઝ અપાયા છે.
સતત ૧૮માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતા રિકવર થનારા લોકોની સંખ્યા વધુ છે. આ સાથે જ કોવિડ-૧૯થી રિકવરી રેટ ૯૦ ટકાથી વધુ થયો છે. હાલ કોરોનાથી રિકવરી રેટ ૯૧.૬૦% છે. જ્યારે દેશમાં કોરોનાથી મૃત્યુદર ૧.૧૬ ટકા છે. એક્ટિવ કેસ પણ ઘટીને ૮ ટકાથી ઓછા થયા છે. એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારત બીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત ૧૦માં નંબરે છે. જ્યારે મોત મામલે ભારત ત્રીજા નંબરે છે. દુનિયામાં અમેરિકા અને ભારત બાદ સૌથી વધુ કોરોનાથી મૃત્યુ ભારતમાં થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ રવિવારે દેશભરમાંથી કોરોનાના કુલ ૧૬,૮૩,૧૩૫ ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કોરોના ટેસ્ટનો આંકડો ૩૪,૪૮,૬૬,૮૮૩ પર પહોંચી ગયો છે.
કોરોનાની ત્રીજી લહેરનું જોર હવે ઘટતું દેખાઈ રહ્યું છે, દેશમાં સતત ત્રણ અઠવાડિયાથી નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, આ સાથે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોમાં પણ નવા કેસમાં ઘટાડો દેખાઈ રહ્યો છે.
અઠવાડિયા દરમિયાન દેશના ૩૬ રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોમાંથી ૫માં જ પાછલા ૭ દિવસની સરખામણીમાં નવા કેસમાં વધારો થયો છે. જે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સિક્કિમ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને લદાખનો સમાવેશ થાય છે. આ સિવાય આસામ અને ત્રિપુરામાં થયેલો ઘટાડો સામાન્ય છે.

Related posts

વિતેલા વર્ષોમાં ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધો ઘણા મજબૂત થયા : મોદી

Charotar Sandesh

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૪૫ કોરોના દર્દીના મોત, ૮.૦૧ લાખ એક્ટિવ કેસ…

Charotar Sandesh

ઓરિસ્સામાં આવેલા ફાની તોફાનની વલસાડમાં જોવા મળી અસર, ટ્રેન રદ્દ

Charotar Sandesh