Charotar Sandesh
ઈન્ડિયા

ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા કોરોના પોઝિટિવ…

ભોપાલ : મધ્યપ્રદેશ ગુનાના સાંસદ અને ભાજપાના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતાને કોરોના પોઝીટીવ આવ્યો છે. તેઓને ઈલાજ માટે મૈક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલે તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યાની પુષ્ટિ કરાઈ છે. ભાજપ તરફથી રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન ભર્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલથી દિલ્હી આવી ગયા હતા. તે પછી લોકડાઉન દરમિયાન દિલ્હીમાં જ હતા. લોકડાઉનમાં છૂટ મળતા તેઓ ગ્વાલિયર તેમના ક્ષેત્રમાં સમર્થકો તેમના આવવાની રાહ જોઈ રહ્યા હતા.

ભાજપામાં સામેલ થયા પછી જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયર આવ્યા નથી. પેટા ચૂંટણીઓની લઈને તૈયારીઓમાં સમર્થકો તેમની રાહ જોઈ રહ્યા હતા. જાણકારી મુજબ તેમનું સ્વાસ્થ્ય બરાબર હતું. પરંતુ ગઈ કાલે અચાનક તબિયત બગડતા તેમને મેક્સ હોસ્પિટલમાં ભરતી કરાયા છે. જ્યાં તેમનો કોરોના પોઝીટીવ આવ્યો છે.

Related posts

હવે દુશ્મનોને ટૂંક સમયમાં મળશે જવાબ : ગૃહમંત્રી અમિત શાહ

Charotar Sandesh

તૈમુરને કારણે પાડોશીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન

Charotar Sandesh

સ્પીકર પણ કોઈ પાર્ટીનો છે, શું તે અયોગ્યતા અંગે નિર્ણય લઈ શકે..? : સુપ્રીમ કોર્ટ

Charotar Sandesh