Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

મહુધાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કાર ધોવડાવતા શિક્ષકનો વીડિયો વાયરલ…

મહુધા : મહુધાની પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે પોતાની ગાડીઓ ધોવડાવતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયો વાઇરલ થતા વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ ફેલાયો હતો. તેમજ શિક્ષક સામે કડક પગલા લેવા માંગ કરી હતી. બીજી તરફ શાળાના અન્ય શિક્ષકનું કહેવું છેકે, આ વીડિયો જુનો છે તેમજ આ બાબતે શિક્ષક સાથે વાત થઇ હતી અને તેમણે આજ પછી આવું નહીં થાય તેમ માફી પણ માંગી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, મહુધાની ભુમસ પ્રાથમિક શાળામાં ધોરણ ૬,૭ અને ૮મા ગણિત વિષય ભણાવતા જયદીપ પટેલ નામના શિક્ષક દ્વારા પોતાની કાર વિદ્યાર્થીઓ પાસે ધોવડાવતા હોવાનો એક ૧૮ સેકંડનો વીડિયો વાયરલ થયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ભુમસની પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા દર અઠવાડિયે આ શિક્ષક દ્વારા પોતાની ગાડી વિદ્યાર્થીઓ પાસે ધોવડાવવામાં આવતી હતી. એટલુ જ નહિ પરંતુ પાંચમા અને છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીઓને આ શિક્ષક ગાળો બોલીને બોલાવતો હતો. જેનું ઓડિયો રેકોર્ડિંગ કરી કેટલાક ગામનાજ કટકી બાજો દ્વારા ઓડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપી નાણા પણ પડાવી લીધા હોવાનુ મનાઇ રહ્યુ છે.

Related posts

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ‘એટિટ્યૂડ : ધ માસ્ટર કી’ વિષય પર વ્યાખ્યાન યોજાયું…

Charotar Sandesh

આજે અનંત ચૌદશ : આણંદ સહિત જિલ્લામાં ગણેશ પ્રતિમાની વિસર્જન યાત્રા કરાશે

Charotar Sandesh

કતલ થવાની તૈયારીમાંથી ત્રણ વાછરડાને જીવતા બચાવી એક આરોપીને પકડતી આણંદ રૂરલ પોલીસ

Charotar Sandesh