Charotar Sandesh
ગુજરાત

રૂપાણી સરકારને મોટો ઝટકો : ખાનગી સ્કૂલોએ ફી ઘટાડાનો પ્રસ્તાવ નકાર્યો…

અમદાવાદ : રાજ્યના શિક્ષણ વિભાગ અને સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલો વચ્ચે ફી ઘટાડવાને લઈને થયેલી મીટિંગનો પહેલો રાઉન્ડ અનિર્ણાયક રહ્યો હતો. સરકારે ૧૫-૨૫ ટકા ફી ઘટાડવા માટે આપેલો પ્રસ્તાવ સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલોના ટ્રસ્ટીઓએ નકારી દીધો હતો. સૂત્રો મુજબ, સ્કૂલના ઓથોરિટીઓનું કહેવું છે કે, તેઓ કે બધાને ફી કટ નહીં આપે તેની જગ્યાએ કેસ ટુ કેસ મામલા પર ધ્યાન આપશે.

સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલ્સના રિપ્રેઝન્ટેટિવએ સરકારને સ્કૂલ ટ્યુશન ફીમાં રાહત માટે કમિટી બનાવવાનું સૂચન કર્યું હતું. તેમણે એમ પણ સૂચન આપ્યું હતું કે ફી રેગ્યુલેશન કમિટીએ કોવિડ-૧૯ના કારણે આર્થિક સંકડામણમાં મૂકાયેલા માતા-પિતાના કેસમાં જોવું જોઈએ અને તેમને રાહત માટેના સૂચના આપવા જોઈએ.

અમદાવાદ પ્રોગ્રેસિવ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ અર્ચિત ભટ્ટે કહ્યું કે, સરકાર સાથેની મીટિંગ અનિર્ણિત રહી છે અને તેઓ ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો પ્રસ્તાવ આપશે.

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યું, આ મીટિંગનો પહેલો રાઉન્ડ છે અને સરકાર પેરેન્ટ્‌સને રાહત આપવા માટે પોતાના પ્રયાસો ચાલુ રાખશે. શિક્ષણમંત્રીએ કહ્યું, થોડા સમયમાં જ ફરીથી તેઓ મળશે.

ગુજરાત સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિયેશનના પ્રેસિડેન્ટ ભરત ગજિપરાએ કહ્યું, રાજ્યમાં ૧૬,૦૦૦ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો આવેલી છે. ફી ઘટાડવા માટેના સરકારના પ્રસ્તાવને જો સ્વીકારવામાં આવે તો તેમાની ઘણી સ્કૂલોને નુકસાન થશે. આથી અમે સરકારના પ્રસ્તાવને નકારી દીધો છે.

Related posts

રાજ્યમાં લગ્ન, મરણ સહિતના પ્રસંગોમાં વ્યક્તિની હાજરીની સંખ્યા વધારવા ઉઠી માગ…

Charotar Sandesh

હવે પોલીસ તંત્ર એકશનમાં : ડીજીપીનો માસ્ક મુદ્દે ૧ હજારનો દંડ વસૂલવા આદેશ…

Charotar Sandesh

રાજ્યના મોટાભાગના શહેરોમાં પેટ્રોલની કિંમત રૂ.૮૫ને પાર…

Charotar Sandesh