Charotar Sandesh
ગુજરાત

લોકડાઉન કોઈ નિયમનું ઉલ્લંઘન કરશે તો સીધા જેલમાં જશે : ગાંધીનગર રેન્જ આઇજી

‘ગોષ્ઠી’ થી નહિ સમજનારા માટે પોલીસની ‘લાઠી’ની ભાષા…

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટ્વિટ કરી રાજ્ય સરકારોને લોકડાઉનનું કડક પાલન કરાવવા સુચના આપતાં જ પોલીસની દોડધામ…

અમદાવાદ : આમ છતાં અમુક લોકો વાતચીતની ભાષામાં સમજતાં ન હોઇ અને પોલીસને સામા સવાલો કરવા માંડતા હોઇ પોલીસે આવા લોકો માટે લાઠીની ભાષામાં વાત કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. ઠેકઠેકાણે પોલીસને નાછુટકે લોકોને ઘરે વળાવવા આકરો રસ્તો અપનાવવો પડ્યો હતો. ગઇકાલે રવિવારે રાજકોટના શાંતિપ્રિય પ્રજાજનોએ વડાપ્રધાનશ્રીના અનુરોધ અંતર્ગત જનતા કફર્યુનું ચુસ્ત પાલન કર્યુ હતું અને સાંજે પાંચ વાગ્યે થાળી, ઘંટડી, તાલી વગાડી પોલીસ, તબિબો, મિડીયા સહિતના લોકોની સેવામાં સતત ઉપલબ્ધ હોય તેના માટે અભિવાદન કર્યુ હતું. કોરોનાના હાલના સંજોગોમાં હજુ વધુ લોકડાઉન જરૂરી હોઇ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગઇકાલે સાંજે જ રાજકોટ સહિતના શહેરોમાં ૨૫મી સુધી લોકડાઉન જાહેર કર્યુ હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પણ અગાઉનું જાહેરનામુ રિન્યુ કરી ચારથી વધુ લોકોને ભેગા નહિ થવા તેમજ મોલ, માર્કેટ, દૂકાનો, ધાર્મિક સ્થળો, ઓૈદ્યોગિક એકમો સહિત બંધ રાખવા અને જાહેરનામનો કડક અમલ કરવા આદેશ કર્યો હતો. લોકોને જરૂરીયાત વગર બહાર જ નહિ નીકળવા તાકીદ કરી હતી.

સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે ૬ જેટલા શહેરોને લોકડાઉન કર્યા છે. જેથી ગાંધીનગર સચિવાલય અને વિધાનસભામાં કામ કરનારા કર્મચારીઓને જ ગાંધીનગરમાં એન્ટ્રી અપાઈ રહી છે. આ દરમિયાન અમદાવાદ-ગાંધીનગર હાઇવે ઉપર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી ગાંધીનગર રેન્જ આઇજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, લોકોની તપાસ કર્યા બાદ અમે તેમને ગાંધીનગરમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવે છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, ગાંધીનગરના એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટ લોકડાઉન કરવામાં આવ્યા છે. કોરોના વાઇરસને કારણે ગાંધીનગરને લોકડાઉન કરાયું છે. જેથી ગાંધીનગરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગ કરાઈ રહ્યું છે. તમામ લોકલ સેવા સ્થગિત કરી છે, પરંતુ આવશ્યક સેવાઓ તેમજ ચીજ-વસ્તુઓ માટે ગાંધીનગરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં રાજ્ય સરકારે તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જેથી ગાંધીનગરમાં નિયમનો ભંગ કરાય નહીં તેની તકેદારી પણ રખાય છે. જો કોઈ નિયમનો ભંગ કરશે તો તેના વિરૂદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે.

Related posts

સોનિયા ગાંધીના સૂચન બાદ ગુજરાત કોંગ્રેસ શ્રમિકોના વહારે, રેલવે ટિકિટનો આપશે ખર્ચ…

Charotar Sandesh

મુખ્યમંત્રી રુપાણીનો કોરોના સામે વિજય : આરટી-પીસીઆર નેગેટિવ…

Charotar Sandesh

અમદાવાદના મેયર સહિત કોર્પોરેટરોએ કોબા ખાતે ટિફિન પાર્ટી માણી…!!

Charotar Sandesh