Charotar Sandesh
ઈન્ડિયા

વડાપ્રધાન મોદીની સંપત્તિમાં એક વર્ષમાં ૩૬ લાખનો વધારો : કુલ સંપત્તિ ૨.૮૫ કરોડ…

ગયા વર્ષે વડાપ્રધાનની સંપત્તિ ૧.૩૯ કરોડ હતી જે વધીને ૧.૭૫ કરોડ થઇ…

મોદી પાસે કુલ સંપત્તિ ૨.૮૫ કરોડ, તેમની પાસે કાર નથી કે કોઇ દેવું પણ નથી, સોનાની ચાર વીંટી છે,ગાંધીનગરમાં ૧ કરોડનો પ્લોટ અને ઘર ધરાવે છે, વડાપ્રધાન પાસે માત્ર ૩૧ હજાર રોકડા, પગારનો મોટોભાગ બચત કરે છે
વડાપ્રધાન સામાન્ય માણસોની જેમ બચત કરે છે અને ફિકસ ડિપોઝીટ કઢાવે છે,ટેકસ બચાવવા વિમા પોલીસી અને બોન્ડ લે છે…

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટાભાગના ભારતીયોની જેમ બેન્કમાં પણ પોતાના નાણાં સંભાળીને રાખે છે. તેમણે પોતાની કમાણીનો મોટો હિસ્સો ટર્મ ડિપોઝિટ્‌સ અને બચત ખાતામાં જમા કરાવીને રાખ્યા છે. ૧૨મી ઑક્ટોબરના રોજ વડાપ્રધાને પોતાની સંપત્તિની માહિતી સામે મૂકી છે. ૩૦મી જૂન સુધીમાં વડાપ્રધાન મોદી પાસે ૧,૭૫,૬૩,૬૧૮ રૂપિયાની ચલ સંપત્તિ હતી. તેમની પાસે ૩૦મી જૂના રોજ ૩૧,૪૫૦ રૂપિયા રોકડા હતા. ગયા વર્ષની સરખાણીમાં તેમની ચલ સંપત્તિમાં ૨૬.૨૬%નો વધારો થયો છે. આ વધારા પાછળનું મુખ્ય કારણ તેમના પગારમાંથી બચત અને ફિક્સ્ડ ડિપોઝિટમાંથી મળેલ વ્યાજનું ફરીથી રોકાણ મુખ્ય કારણ છે.
પીએમ મોદીની કુલ સંપત્તિ ૩૦ જૂન ૨૦૨૦ના રોજ વધીને ૨.૮૫ કરોડ રૂપિયા થઇ ગઇ છે. ૨૦૧૯ની સાલની સરખામણીમાં તેમાં ૩૬ લાખ રૂપિયાનો વધારો થયો છે. પીએમ મોદીની કુલ સંપત્તિ ૩૦ જૂન ૨૦૨૦ના રોજ વધીને ૨.૮૫ કરોડ રૂપિયા થઇ ગઇ છે. ૨૦૧૯ની સાલની સરખામણીમાં તેમાં ૩૬ લાખ રૂપિયાનો વધારો થયો છે. પીએમ મોદીની ગયા વર્ષે સંપત્તિ ૨.૪૯ કરોડ રૂપિયા હતી. એવા સમયમાં જ્યારે અર્થતંત્રની સ્થિતિ ખરાબ છે અને શેર બજારમાં વોલેટાલિટી રહે છે. પીએમ મોદીની સંપત્તિ કેવી પીતે વધી ગઇ એ દરેક લોકોને જાણવામાં રસ હશે. હકીકતમાં પીએમ મોદીની સંપત્તિ ખાસ કરીને બેન્કો અને સુરક્ષિત સાધનોમાં લગભગ રોકાણથી વધી છે. બેન્કોમાંથી તેમને ૩.૩ લાખ રિટ્‌ન મળ્યું તો અન્ય સાધનોમાંથી ૩૩ લાખ રૂપિયાનું.
૩૦મી જૂનાના રોજ મોદીના બચત ખાતામાં ૩.૩૮ લાખ રૂપિયા હતા. તેમણે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (જીમ્ૈં) ની ગાંધીનગર બ્રાન્ચમાં ફિકસ્ડ ડિપોઝીટ કરાવી રાખી છે. ગયા વર્ષે તેની વેલ્યૂ ૧,૨૭,૮૧,૫૭૪ રૂપિયા હતી જે ૩૦ જૂન ૨૦૨૦ સુધીમાં વધીને ૧,૬૦,૨૮,૦૩૯ થઈ ગઈ છે. મોદીએ ટેક્સ બચાવવાની જગ્યાઓ પર નાણાંનું રોકાણ કર્યું છે. તેમણે લાઇફ ઇન્શયોરન્સ સિવાય નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટસ અને ઇન્ફ્રાસ્ટ્રકચર બોન્ડસમાં છે. તેઓએ દ્ગજીઝ્રજમાં વધુ નાણાંનું રોકાણ કર્યું છે અને તેમનું વીમા પ્રિમીયમ પણ ઘટી ગયું છે. મોદી પાસે ૮,૪૩,૧૨૪ રૂપિયાના દ્ગજીઝ્રજ છે અને વીમાનુ પ્રીમિયમ રૂ. ૧,૫૦,૯૫૭ રૂપિયા જાય છે. જાન્યુઆરી ૨૦૧૨માં તેમણે ૨૦,૦૦૦ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ખરીદ્યા હતા જે હજી સુધી મેચ્યોર થઇ નથી.
વડાપ્રધાનની અચલ સંપત્તિઓમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. તાજેતરની વિગતો અનુસાર ગાંધીનગરમાં મોદીના નામે એક મકાન છે જેની કિંમત ૧.૧ કરોડ છે. આ પરિવારની માલિકીનો હક મોદી અને તેમના પરિવારનો છે. મોદી પર કોઈ દેવું નથી, ના તો તેમની પાસે કાર છે. તેમની પાસે ચાર સોનાની વીંટી છે.

Related posts

દેશમાં સતત વધી રહેતા કેસ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમરજન્સી મીટીંગ કરી

Charotar Sandesh

તમિલનાડુમાં બસ-ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત : ૨૦ લોકોના મોત

Charotar Sandesh

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૬,૪૨૪ કેસ નોંધાયા, ૧,૧૭૪ના મોત…

Charotar Sandesh