Charotar Sandesh
વર્લ્ડ

વડાપ્રધાન મોદીને અમેરિકાએ ‘લીજન ઓફ મેરિટ’ એવોર્ડથી સન્માનિત કર્યા…

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ખુદ આ એવોર્ડ માટે મોદીને નોમિનેટ કર્યા…

મોદીને આ સન્માન ભારત-અમેરિકાના રાજકીય સંબંધો વધારવા માટે આપવામાં આવ્યું,લીજન ઓફ મેરિટ એવોર્ડ અમેરિકાનું પ્રતિષ્ઠિત સન્માન છે, આ પહેલાં રશિયા, સા.અરેબિયા, બહેરિન, યુએઇ, પેલેસ્ટાઇન, માલદીવ જેવાએ દેશોએ મોદીને સર્વોચ્ય સન્માન આપ્યું છે…

USA : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુ.એસ. માં લીજન ઓફ મેરિટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પીએમ મોદી વતી ભારતીય રાજદૂત તરણજિત સિંઘ સંધુએ આ એવોર્ડ રીસિવ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ખુદ આ એવોર્ડ માટે પીએમ મોદીને નોમિનેટ કર્યા હતા. આ પહેલા રશિયા, સાઉદી અરેબિયા, બહેરિન, યુએઈ, પેલેસ્ટાઇન અને માલદીવ જેવા દેશોએ પીએમ મોદીને તેમનું સર્વોચ્ચ સન્માન આપ્યું છે.
લીજન ઓફ મેરિટ એવોર્ડ અમેરિકાનું પ્રતિષ્ઠિત સન્માન છે. આ સન્માન ઉત્કૃષ્ટ સેવાઓ અને સિદ્ધિઓના પ્રદર્શનમાં અસાધારણ રૂપથી કરેલા કામ માટે આપવામાં આવે છે. આ એવોર્ડ અન્ય દેશોના વડાઓ તેમજ યુએસ આર્મીના અધિકારીઓને પણ એનાયત કરાયો છે. પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે અમેરિકા સાથેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોને આધારે આ એવોર્ડ આપ્યો છે.
યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયને આ સન્માનને ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંધુને આપ્યું હતું. જેની તસવીર ટિ્‌વટ કરીને લખ્યું છે કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લીજિયન ઓફ મેરિટથી સન્માનિત કર્યા છે, તેમણે જે રીતે ભારતને ગ્લોબલ સ્ટેજ પર પહોંચાડ્યું અને ભારત-અમેરિકાના સંબંધોને મજબુત કર્યા છે તેના માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.
લીજન ઓફ મેરિટ અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા સમ્માનિત કરવામાં આવતો પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. જે મોટાભાગે પીએમ મોદી ઉપરાંત ટ્રમ્પે આ સન્માન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સકૉટ મોરિસન અને જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેને આપ્યું છે. આ બંને દેશો સાથે અમેરિકાના સંબંધો પણ ઘણા મજબૂત છે. ચાઇનાના કટની શોધ કરી રહેલા યુ.એસ.એ ભારત, જાપાન અને ઑસ્ટ્રેલિયાની સાથે ક્વોડની રચના કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળ દરમિયાન હંમેશા ભારત સાથે સંબંધ મજબૂત કરવા પર જોર આપ્યુ છે. આ દરમિયાન આ બંનેની મિત્રતા પણ ઘણી ચર્ચામાં રહી. પછી તે અમેરિકામાં આયોજિત થયેલો હાઉડી મોદી હોય કે ભારતમાં કરવામાં આવેલો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ.

  • Nilesh Patel

Related posts

ઓસ્ટ્રોલિયાએ કોરોનાની ૨ સંભવિત વેક્સીન માટે ૧.૭ અબજ ડોલરના કરાર કર્યા…

Charotar Sandesh

ચીનનો પલટવાર : અમેરિકાને ચેંગદૂમાં દૂતાવાસ બંધ કરવા આદેશ…

Charotar Sandesh

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પનું નિધન…

Charotar Sandesh