Charotar Sandesh
ઈન્સ્પિરેશનલ ઈન્સ્પિરેશનલ ટ્રેન્ડીંગ ધર્મ ધર્મ ભક્તિ

વિશ્વનો ખતરનાક વાયરસ ‘કોરોના’ : જમીનવાલો કા કુછ નહીં ચલતા જબ ફેસલા આસમાન સે હોતા હૈ…

  • કુદરત સામે ભૂતકાળમાં કરેલી ભૂલો સ્વીકારી પ્રાયશ્ચિત કરવાના આ સમયગાળામાં આવો, આ વૈશ્વિક મહામારીનું કારણ અને વિશ્વના ખતરનાક વાયરસ કોરોનાને સમજીએ…

હાલ માનવજીવનને લાગુ પડતી આ પંક્તિઓ છે. સુક્ષ્મ થી અતિ સુક્ષ્મ વાયરસે માણસને તેની કુદરત સામેની ઓકાત શું છે તેનું ભાન કરાવી દીધું છે.
WHO- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે.કારણકે કોરોના સંક્રમણથી આખા વિશ્વમાં રોગચાળો ફેલાયો છે. કોરોના ના પ્રથમ કેસ ચીનના વુહાનમાં ડિસેમ્બર -2019 માં દેખાયો. અને આ કોરોના વાયરસે ચીનના વુહાનથી શરૂ કરી અમેરિકા, કેનેડા, પોર્ટુગલ, સ્પેન, જર્મની, ફ્રાન્સ, ઇટલી એમ અનેક દેશોની સફર થોડાં દિવસોમાં કરી લીધી છે. અને ફરતો ફરતો તે આપણા ભારત દેશમાં પણ આવી ચઢેલ છે. ત્યારે આપણે આ દુશ્મનને સમજવો જ રહ્યો!
કોરોના વાઇરસનું નામ Covid-19  છે. Covid -19 એટલે Co- Corona ,Vi-virus, d-disease આ રીતે તેનું નામ Covid -19 પડેલું છે. કોરોના વાઇરસનો આકાર ગોળ અને કદ 100-120 નેનોમીટર જેટલું હોય છે. તેની આજુબાજુ પ્રોટીનનું રક્ષણાત્મક કવચ હોય છે અને કેન્દ્રમાં RNA નામનું જનીન હોય છે. બહારની બાજુએ લિપોપ્રોટીનની બનેલી દિવાલ હોય છે. જેમાં લિપિડના બે સ્તર વચ્ચે પ્રોટીનના કણો જમા થયેલા હોય છે.જેમાંથી નાના નાના કણો બહાર આવે છે તેને એસ પ્રોટીન કહે છે. જેના દ્વારા આ વાયરસ માનવ શરીરમાં પ્રવેશી.કોષની દિવાલને ચોંટી રહે છે.અને કોષની અંદર પ્રવેશે છે.
આ વાયરસનું સંક્રમણ થવાથી શરદીથી માંડીને બેચેની સુધીની સમસ્યા થઇ શકે છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ એ તેના લક્ષણો છે. આ ઉપરાંત વહેતું નાક ગળાનો દુખાવો જેવી સમસ્યાઓ જોવા મળે છે. જ્યારે અતિ ગંભીર સમસ્યાઓમાં ન્યુમોનિયા, શ્વાસ  લેવામાં અતિશય તકલીફ અને કિડનીની નિષ્ફળતા તથા મૃત્યુ પણ થઈ શકે છે.
હાલ આ કોવિડ-19 માટે કોઈ દવા કે રસી શોધાઈ નથી પરંતુ મેલેરિયા તથા ફ્લુ માટેની દવાઓ જેવીકે, હાઇડ્રોક્સિ ક્લોરો ક્વિનાઇન આ રોગની સારવાર માટે વપરાય છે. કોઇ ચોક્કસ દવા ન હોવાથી સાવચેતી અને સલામતી એ જ સાચી સારવાર છે. સાબુથી વારંવાર હાથ ધોવા એ આ રોગનો સાચો ઇલાજ છે. કારણકે, કોરોના વાયરસનું બહારનું પડ ફેટિએસિડનું બનેલું હોય છે. તેલ અને ઘી ના પરમાણું અને આ ફેટીએસિડના પરમાણુ સમાન હોય છે. તેલ અને ઘી સાફ કરવું હોય તો એકલું પાણી તો ના જ ચાલે, તેવી જ રીતે આ વાયરસને દૂર કરવા સાબુથી ૨૦ સેકન્ડ સુધી ઘસીને હાથ ધોવા જરૂરી છે. આમ કરવાથી સાબુના અણુ વાયરસની દિવાલને તોડી નાંખે છે જેથી વાયરસ હાથમાંથી નીકળી જાય છે.
આ સિવાય અન્ય ઉપાયો જેવાકે , માસ્ક પહેરવું, અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નીકળવું, અને નીકળવું પડે તો અન્ય વ્યક્તિથી ઓછામાં ઓછું ૩ મીટરનું અંતર જાળવવું, ઉધરસ કે છીંક આવે તો નાક-મોં રૂમાલ રાખવો, આડે દિવસમાં બે વાર હળદર વાળુ દૂધ પીવું, ચ્યવનપ્રાસનું સેવન કરવું, શાકભાજી ખરીદ્યા પછી ધોવાના સોડાથી ધોવા, તથા ખોરાકમાં તુલસી, લવિંગ,તજ, મરી,લસણ, સુકી દ્રાક્ષનો વિપુલ ઉપયોગ કરવો જોઈએ. આરોગ્ય મંત્રાલયે વાયરસ સામે સુરક્ષા અંગે એક માર્ગદર્શિકા બહાર પાડી છે તેનું અનુકરણ કરવું જોઈએ, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી આપણી સલામતી જાળવવી જોઈએ, ઇંડા અને માંસનો ઉપયોગ ટાળવો જોઇએ, રોગના કંઇ પણ લક્ષણ લેખાય તો તરત ડોક્ટર પાસે જવુ જોઈએ. અને સંક્રિમતોની સેવા કરતી વખતે હાથના ,મોજા ,માસ્ક અને ચશ્મા અવશ્ય પહેરવા જોઈએ.
કૂદરત સામે ભૂતકાળમાં કરેલી ભૂલો સ્વીકારી પ્રાયશ્ચિત કરવાના આ સમયગાળામાં આપણે કોરોના વાયરસને સમજી, તેની સાથે સાવધાની પૂર્વકનું અનુકૂલન સાધી લાંબા ગાળાની જંગ સામે સજ્જ રહેવા આ માહિતી ખૂબ જરૂરી છે.
  • ઠાકર એકતા ઉપેન્દ્રકુમાર – મુ. શિ. બામણગામ કન્યા પ્રાથમિક શાળા, તાલુકો :- આંકલાવ, જિલ્લો :-આણંદ

Related posts

સંગ્રામમાં શૂરવીરોની શહાદત અને શૌર્યને શોભાવવા ડ્રેગનને તેની જ ભાષામાં જવાબ આપવો જોઈએ…

Charotar Sandesh

“મને મારો વલ્લભ (ઈશ્વર) બારડોલીમાં મળ્યો છે” : મહાત્મા ગાંધીએ ૯૩ વર્ષ પહેલા જાહેર સભામાં જણાવેલ…

Charotar Sandesh

भगवान शिव के श्रावण महिना का प्रारंभ : अग्नि देवता के कर्म के हिसाब से भिन्न भिन्न नाम है

Charotar Sandesh