Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ દ્વારા શ્રીરામ મંદિર નિર્માણમાં એક કરોડનું સમર્પણ

મંદિરના નિર્માણમાં નિધિ સમર્પણ કરવું, એ ભાવનાનું સમર્પણ કરવાનો અવસર છે…

વડતાલ : શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ દેશ દ્વારા શ્રીરામ મંદિર નિર્માણ કાર્યનાં રૂ। એક કરોડનું સમર્પણ કરવામાં આવ્યું છે. રામમંદિર એ પથ્થરનું નહિ, દેશવાસીઓની આસ્થાનું સાકાર સ્વરૂપ બનશે. આ મંદિર દેશમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સંવાહક બનશે. આ મંદિરના નિર્માણમાં નિધિ સમર્પણ કરવું, એ ભાવનાનું સમર્પણ કરવાનો અવસર છે. આજ ૫૦૦ વર્ષની પ્રતિક્ષાના અંતે આ મંદિર નિર્માણ શરૂ થયું છે ત્યારે શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ટેમ્પલબોર્ડ અને તેના તાબાના સુરત મુંબઈ વડોદરા વગેરે મંદિરેથી ૫૫,૫૫,૫૫૫ તથા શ્રીગોપીનાથજી દેવ ટેમ્પલ બોર્ડ- ગઢડાથી ૧૫,૦૦,૦૦૦ લાખ અને રાધારમણદેવ ટેમ્પલ બોર્ડ- જૂનાગઢ થી ૧૫૦૦૦૦૦; સરધાર મંદિરથી ૫,૦૦,૦૦૦ લાખ – રાજકોટ મંદિરથી પાંચ લાખ અને સારંગપુરથી મંદિર દ્વારા પાંચ લાખ; આમ કુલ મળીને એક કરોડ રૂપિયાની માતબર નિધિ સમર્પણ કરવામાં આવી છે.

આ પ્રસંગે પ.પૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા વડતાલ મંદિર ચેરમેન દેવપ્રકાશદાસજી , તથા વિષ્ણુપ્રકાશદાસજી અથાણાવાળા, સત્સંગ મહાસભા પ્રમુખ શા. નૌતમપ્રકાશદાસજી, આત્માનંદ સરસ્વતીજી- બોટાદ, આ કો . સંતવલ્લભદાસજી- વડતાલ , પૂર્વકોઠારી ધર્મપ્રિયદાસજી બાપુ સ્વામી ,ગઢપુર મંદિર ચેરમેન શા. હરજીવન દારાજી, કો. લક્ષ્મીનારાયણદાસજી, જુનાગઢ મંદિર ચેરમેન કો. દેવનંદનદાસજી, કો. પ્રેમસ્વરૂપ દાસજી તેમજ સદગુર સંતો તથા મંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા , આર.એસ.એસ ના ડો. જ્યંતિભાઈ , રાજેશભાઈ પટેલ – પ્રાંત મંત્રી વિ એચ પી, કૌશીકભાઈ પટેલ પૂર્વ પ્રાંતમંત્રી વી એચ પી તથા ચેતનભાઈ રામાણી રાજકોટ તેમજ હરિભકતોની હાજરીમાં સેવા અર્પણ કરી ધન્યતાની લાગણી અનુભવી હતી.

સભામાં કથા વાર્તાનો લાભ પૂ. નિત્યસ્વરૂપદાસજી સરધાર વાળાએ આપ્યો હતો. અને આસ્થા, લક્ષ્ય, કર્તવ્ય વગેરે ચેનલો પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું . આ આયોજનની વ્યવસ્થા કો.સ્વા. વિવેકસાગરદાસજીએ સંભાળી હતી. સૌ સંતોએ પોતાના પ્રવચનમાં રામ મંદિર વિશ્વને દર્શનીય તેમજ હિન્દુ ધર્મનો સાંસ્કૃતિક વારસો દિગંતમાં પ્રસરે તેવી પ્રાર્થના કરી દરેક ભારતવાસીઓને દાન અર્પણ કરવાની અપીલ કરી હતી.

ખૂબ જ બહોળી સંખ્યામાં હરિભક્તો- સંતોની ઉપસ્થિતિ રહી હતી.

Related posts

‘માસ્ક પહેરો, નહીં તો પાવતી ફાટસે…’ કોરોનાનું સંક્રમણ વધતાં જિલ્લામાં પોલીસનો મેગા ડ્રાઈવ

Charotar Sandesh

આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો શું થાય? તેનું સ્તર કેટલું હોવું જોઈએ ? એ જાણવું જરૂરી…

Charotar Sandesh

આણંદ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ-કારોબારી ચેરમેન ભાજપે જાહેર કરાયા, નવા પ્રમુખ જીજ્ઞેશ પટેલ

Charotar Sandesh