Charotar Sandesh
વર્લ્ડ

સરહદે તણાવ ઘટાડવા ભારત-ચીન વચ્ચે પાંચ સૂત્રિય ફોર્મ્યુલા પર સહમતી…

મૉસ્કોમાં ભારત-ચીનના વિદેશમંત્રીઓ વચ્ચે બે કલાક મેરેથોન બેઠક ચાલી
ભારતની ચીનને સ્પષ્ટ વાતઃ બોર્ડર પરથી સૈનિકોની સંખ્યા ઓછી કરો
અમારે ભારત સાથે તણાવ વધારો નથીઃ ચીન

મૉસ્કો : ભારત અને ચીન વચ્ચે જારી રહેલા તનાવની વચ્ચે બંને દેશોના વિદેશપ્રધાનોની વચ્ચે થયેલી વાતચીત પછી ન્છઝ્ર (લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ) પર ટેન્શન ઓછું કરવા માટે પાંચ મુદ્દાઓ પર સહમતી બની છે. ભારતે ચીનને કહ્યું હતું કે ચીની સેનાની ઉશ્કેરણીપૂર્વકની કાર્યવાહી દ્વિપક્ષી સમજૂતીનું ઉલ્લંઘન દર્શાવે છે. વિદેશપ્રધાન એસ જયશંકર અને ચીની વિદેશપ્રધાન વાંગ ચીની વચ્ચે ગઈ કાલે મોસ્કોમાં બે કલાક લાંબી ચાલેલી મુલાકાતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી બંને દેશો સીમા વિવાદ ઘટાડવા માટે સહમત થયા છે. બંને દેશોની વચ્ચે પાંચ સૂત્રીય ફોર્મ્યુલા પર સહમતી બની છે.
ભારત-ચીન વચ્ચે નીતિ પર કોઈ ફેરફાર નહીંમોસ્કોમાં વિદેશપ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે ભારત ન્છઝ્ર પર જારી તનાવને વધુ વધારવા નથી ઇચ્છતો, વળી ભારતનું માનવું છે કે ચીન માટે ભારતની નીતિમાં અને ભારત પ્રતિ ચીનની નીતિમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી થયો. રશિયામાં શંઘાઈ સહયોગ સંગઠનમાં થયેલી બેઠકમાં ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે ચીની વિદેશ મંત્રી વાંગ યીની સામે બોર્ડરની સ્થિતિને રાખી હતી અને કહ્યું હતું કે, ચીને બોર્ડર પરથી પોતાના સૈનિકોની સંખ્યા ઓછી કરવી જોઈએ.
બંને દેશોના વિદેશપ્રધાનોએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે બંનો પક્ષોએ ભારત-ચીન સંબંધોને વિકસિત કરવા પર બંને દેશોના નેતાઓની વચ્ચે સર્વસંમતિ બનાવવાની ચાલી આવેલી પરંપરાથી માર્ગદર્શન લેવું જોઈએ, જેમાં મતભેદોને વિવાદ ના બનાવવો જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ કહ્યું હતું કે ભારત અને ચીનની કૂટનીતિ અને સૈન્યના વિવિધ સ્તરે એકબીજાના સંપર્કમાં છે અને સમસ્યાના સમાધાનના પ્રયાસો કરી રહ્યા છે. ભારત સીમા સમયસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે.
બંને દેશો વચ્ચે આ બેઠકમાં પાંચ સુત્રીય ફોર્મ્યુલા પર વાત થઈ, જેના હેઠળ તણાવને ઓછો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સીમા પર ૧૯૭૫ બાદ પહેલીવાર ગોળીબારની ઘટના બની છે. તેમ છતાં બંને દેશો તરફથી કહેવાયું છે કે બંને મંત્રીઓએ ખુલીને બોર્ડર વિવાદ પર વાત કરી અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી.
સુત્રોનું માનીએ તો, ભારતે ચીનની સામે બોર્ડર પર ચીની સૈનિકોનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ ૧૯૯૩-૧૯૯૬માં જે સમજૂતી થઈ હતી તેનું ઉલ્લંઘન છે. ભારતે સાથે જ કહ્યું છે કે ચીને આટલાં સૈનિકોની તહેનાતી કેમ કરી છે, તેનો જવાબ મળ્યો નથી.
બીજી તરફ ચીની વિદેશ મંત્રી વાંગ યી તરફથી બોર્ડર પર શાંતિની વાત કહેવામાં આવી છે. જ્યારે કહેવામાં આવ્યું છે કે સીમા પર ગોળીબારી, ઘુષણખોરી જેવી ઘટનાઓ માહોલને બગાડવાનું કામ કરી શકે છે. ચીન તરફથી બોર્ડર પરથી સૈનિકોને હટાવવાની વાત કરવામાં આવી છે.
અગાઉ મોસ્કોમાં એસસીઓની બેઠક દરમિયાન જ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને ચીનના સંરક્ષણ પ્રધાન વચ્ચે બેઠક યોજાઇ ચૂકી છે. જોકે,એ પછી પણ બંને દેશો વચ્ચેની તંગદિલીમાં કોઇ ઘટાડો થયો નથી. ગયા સોમવારે બંને દેશો વચ્ચે ૪૫ વર્ષમાં પહેલીવાર ગોળીબાર પણ થયો હતો. ચીની સૈન્યએ ભારતીય પોસ્ટ તરફ આગળ ધપવા પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ ભારતે કર્યો હતો.
ભારત-ચીન વચ્ચે પૂર્વ લદાખમાં આમ તો મે મહિનાથી જ તણાવ ચાલી રહ્યો છે, પરંતુ ૨૯-૩૦ ઓગસ્ટની રાતે ચીનની ઘૂસણખોરીથી સ્થિતિ વધુ બગડી ગઈ હતી. ચીનના સૈનિકોએ પેન્ગોન્ગ ઝીલના દક્ષિણ ભાગના પહાડ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય જવાનોએ નિષ્ફળ કરી દીધો હતો. ત્યાર પછી બન્ને દેશોના આર્મી અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલુ થઈ, પરંતુ આ સાથે જ ચીને ૪ દિવસમાં બીજી વખત ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, પરંતુ દર વખત નિષ્ફળ રહ્યો.

Related posts

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન કોરોના પોઝિટીવ આવ્યો

Charotar Sandesh

બરાક ઓબામાએ રાહુલ ગાંધીની સરખામણી વિદ્યાર્થી સાથે કરી…

Charotar Sandesh

અમેરિકામાં ટેક્સાસમાં વડાપ્રધાન મોદીને સાંભળવા માટે ૪૦ હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું…

Charotar Sandesh