Charotar Sandesh
બોલિવૂડ

સલમાન ખાનના કોપ લૂક પર સહમતિ સધાઈ નહીં, બે લૂક ટેસ્ટ આપશે…

મુંબઈ : સુપરસ્ટાર સલમાન ખાન છેલ્લા ઘણા સમયથી મરાઠી ફિલ્મ મુલશી પેટર્નની હિન્દી રિમેકને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાન ખાન એક પોલીસ કર્મચારીના રોલમાં છે. આ ફિલ્મનું નામ ગન્સ ઓફ નોર્થ રાખવામાં આવ્યુ હતું પણ પછી તેને બદલીને અંતિમ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન હશે કે નહીં તે અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે સમાચાર મળ્યા છે કે ટૂંક સમયમાં જ સલમાન તેનું શૂટિંગ શરૂ કરી દેશે.
સલમાન ખાન ૧૫મી નવેમ્બરથી અંતિમ ફિલ્મ માટેના શૂટિંગનો મુંબઈમાં પ્રારંભ કરશે. આ સપ્તાહે તે બે અલગ અલગ લૂકમાં ટેસ્ટ કરશે. એમ કહેવાય છે કે ડાયરેક્ટર મહેશ માંજરેકર અને સલમાન ખાન તેના પોલીસના લૂકથી સંતુષ્ટ નથી.

Related posts

પ્રસિદ્ધ ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમનું ૭૪ વર્ષની ઉંમરે નિધન…

Charotar Sandesh

રીતિક રોશન ‘ધ બર્નિંગ ટ્રેન’ની રિમેકમાં લીડ રોલ પ્લે કરે તેવી શક્યતા…

Charotar Sandesh

અક્ષય કુમારે વીડિયો શેર કરીને કહ્યું – કોરોના રજા પર નથી ગયો!

Charotar Sandesh