Charotar Sandesh
બોલિવૂડ

સલમાન ખાનની ટાઈગર સિરીઝની આગામી ફિલ્મ માટે પૂજાનું આયોજન, ૮ માર્ચૂથી શૂટિંગ

મુંબઈ : બોલિવૂડમાં ટાઈગર સિરીઝની ફિલ્મોએ બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ત્યારે હવે તેની આગામી ફિલ્મને લઈને તૈયારી થઈ ચૂકી છે. ટાઇગર ૩ના શૂટિંગ માટે પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજામાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાન, કેટરિના કૈફ અને ઇમરાન હાશ્મીએ ભાગ લીધો છે. આ ફિલ્મનું શુટિંગ ૮ માર્ચથી શરૂ કરવામાં આવશે. સલમાન ખાન, કેટરિના કૈફ અને ઇમરાન હાશ્મી ફિલ્મ ‘ટાઇગર ૩’નું શૂટિંગ કરશે. ‘આ ફિલ્મનું શૂટિંગ ૮ માર્ચથી મુંબઇમાં શરૂ થશે. આ ફિલ્મ ‘ટાઇગર ૩’ ના તમામ મુખ્ય કલાકારોએ યશ રાજ સ્ટુડિયોમાં યોજાયેલી પૂજામાં ભાગ લીધો હતો.
આ પૂજા દરેક ફિલ્મના શૂટિંગની શરૂઆત પહેલા કરવામાં આવે છે. આ ફિલ્મનું દિગ્દર્શન મનીષ શર્મા દ્વારા કરવામાં આવશે. આ તેમની પહેલી આટલી મોટી ફિલ્મ હશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સલમાન ખાન યશરાજ ફિલ્મ સ્ટુડિયોમાં શાહરૂખ ખાન સાથેની ફિલ્મ’ પઠાણ’ના શૂટિંગ માટે આવ્યા હતા. યશ રાજ સૌથી મોટી જાસૂસ ફિલ્મ બનાવાના છે અને સલમાન ખાન અને શાહરૂખ ખાન એકબીજાની ફિલ્મોમાં જોવા મળશે. હવે સલમાન સ્ટુડિયો પર આવી રહ્યા છે ત્યારે ‘ટાઇગર ૩’ ની ટીમે તે જ દિવસે પૂજા ગોઠવી હતી અને તેઓએ કેટરિના કૈફ, મનીષ શર્મા અને ઈમરાન હાશ્મીને પણ પૂજા માટે આમંત્રણ આપ્યું હતું.
સલમાન ખાન એક ફિલ્મ અભિનેતા છે. તેમણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે તેમની ફિલ્મો ખૂબજ પસંદ કરવામાં આવે છે. તાજેતરમાં જ તે બિગ બોસ ૧૪ હોસ્ટ કરતા જોવા મળ્યા હતા. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં સલમાન ખાનને સ્પેશીયલ અપીયરન્સ આપવામાં આવી છે. સલમાન ખાન હવે ફિલ્મ ટાઇગર ૩ ની શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મના પહેલા બે ભાગમાં તે દેખાયા હતા. બંને ફિલ્મો ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. સલમાન ખાન આજકાલ વધારે એક્શનથી ભરપૂર ફિલ્મો કરી રહ્યો છે.સલમાન ખાનના એક્શન દરેક વ્યક્તિને ગમે છે.

Related posts

કંગના રનૌતે ખેડૂતો મુદ્દે ટિ્‌વટ કરતાં હિમાંશી ખુરાંનાએ જડબાતોડ જવાબ આપ્યો…

Charotar Sandesh

એક્ટર રણબીર કપૂર કોરોના પોઝિટિવ : એક્ટરની માતા નીતુ સિંહે કન્ફર્મ કર્યું…

Charotar Sandesh

અમે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેમ રાવણે સિતાનું અપહરણ કર્યું હતું…

Charotar Sandesh