Charotar Sandesh
સ્પોર્ટ્સ

સિડની ટેસ્ટમાં બુમરાહ અને સિરાજ પર સ્ટેન્ડમાંથી વંશીય ટિપ્પણી કરાતા વિવાદ…

ટીમ મેનેજમેન્ટે મેચ ઓથોરિટી અને સુરક્ષા અધિકારીઓ સાથે આ મામલે ચર્ચા કરી…

સિડની : ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની વધુ એક શર્મસાર ઘટના, ભારતીય ખેલાડીઓને ગંદી ગાળો આપી-જાતિવાદી ટિપ્પણી કરી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન એક શર્મનાક ઘટના સામે આવી છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ દરમિયાન અમુક દર્શકોએ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પર જાતિવાદી ટિપ્પણી કરી છે. આ ઘટના બાદ ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં નશામાં ધૂત અમુક દર્શકોએ મોહમ્મદ સિરાજને ગંદી ગાળો આપી હતી.
કેપ્ટન અંજિક્ય રહાણેએ એમ્પાયરો સાથે વાત કરી ફરિયાદ કરી હતી. પણ હવે ત્રીજા દિવસે રમત ખતમ થયા બાદ ટીમ ઈન્ડિયાએ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ટીમના સુત્રોએ જણાવ્યું કે, નશામાં ધૂત અમુક દર્શકોએ મોહમ્મદ સિરાજ પર જાતિવાદી ટિપ્પણી અને ગંદી ગાળો આપી હતી. ટીમના સુત્રોએ જણાવ્યું કે, દર્શકોની કોમેન્ટ ખુબ જ અપમાનજનક હતી. ફક્ત સિરાજ જ નહીં પણ ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહને પણ ઓસ્ટ્રેલિયાઈ દર્શકોએ ગાળો આપી હતી.
ઓસ્ટ્રેલિયાઈ અખબાર ડેઈલી ટેલિગ્રાફ મુજબ ભારતીય ડ્રેસિંગ રૂમની બહાર ટીમ ઈન્ડિયાના અધિકારી, ૈંઝ્રઝ્ર અને સ્ટેડિયમ સુરક્ષા અધિકારીઓની સાથે વાતચીત કરતાં જોવા મળ્યા હતા. આ વાતચીત દરમિયાન જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પણ સામેલ હતા. ખબરો મુજબ સિરાજ અને બુમરાહને છેલ્લા બે દિવસોમાં નશામાં ધૂત દર્શક ગાળો આપી રહ્યા છે. કેપ્ટન રહાણેએ કહ્યું કે, રેન્ડવિક એન્ડ પર બેસેલાં એક દર્શકે સિરાજને ગાળો આપી જ્યારે તે ફાઈન લેગ બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરી રહ્યો હતો.

Related posts

કોરોના સંકટ : વાનખેડે સ્ટેડિયમના વધુ ત્રણ કર્મચારીઓ થયા સંક્રમિત…

Charotar Sandesh

કોહલીની કેપ્ટનશીપમાં ભારતે ૩૫ વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં બે ટેસ્ટ જીતી

Charotar Sandesh

મારા જીવન પર ફિલ્મ બને તો અક્ષયકુમાર અથવા રણદીપ હુડાને અભિનેતા તરીકે જોવા માંગુ : નીરજ ચોપડા

Charotar Sandesh