Charotar Sandesh
ઈન્ડિયા

સુપ્રિમ કોર્ટની કાર્યવાહી : ત્રણેય કૃષિ કાયદાના અમલ પર રોક, ૪ સભ્યોની કમિટી બનાવી…

  • સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાના અમલીકરણ પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો મંગળવારે આપ્યો હતો, આ મુદ્દાના નિરાકરણ માટે સમિતિની પણ રચના કરવામાં આવી છે…

દિલ્હી : સુપ્રીમ કોર્ટે મંગળવારે મોદી સરકારને જોરદાર ઝાટકો આપતા વધુ આદેશ ના આપવામાં આવે ત્યાં સુધી ત્રણ કૃષિ કાયદાની અમલવારી પર રોક લગાવતો આદેશ આપ્યો છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે દિલ્હી સરહદે વિરોધ કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે પડેલી મડાગાંઠને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે કમિટીનું ગઠન કરવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં વકીલે જણાવ્યું કે ખેડૂતોનું કહેવું છે કે ચર્ચા માટે ઘણાં લોકો આવે છે પરંતુ મુખ્ય માણસ જે પ્રધાનમંત્રી છે તે નથી આવતા. સામે CJIએ કહ્યું અમે PMને આવવા માટે ન કહી શકીએ અને આમ જોવા જઈએ તો તે કોઈ પક્ષ પણ નથી
કૃષિ કાયદાને પડકાર આપનારી અરજીઓ પર સુનાવણી દરમિયા CJIએ કહ્યું કે સમિતિ આ મામલામાં ન્યાયિક પ્રક્રિયાનો એક ભાગ છે. અમે કાયદાઓને સસ્પેન્ડ કરવાની યોજના બનાવી રહ્યાં છે પરંતુ અનિશ્ચિત સમય માટે નહીં હોય.
ખેડૂતો તરફથી કોર્ટમાં હાજર રહેલા વકીલે એમએલ શર્માએ કહ્યું કે ખેડૂતોનું કહેવું છે કે ઘણા વ્યક્તિઓ ચર્ચા માટે આવ્યાં હતા, પરંતુ આ વાતચીતના જે મુખ્ય વ્યક્તિ છે, પ્રધાનમંત્રી ન આવ્યાં. જેના પર CJIએ કહ્યું કે અમે પ્રધાનમંત્રીને કહી ના શકીએ કે તમે મીટિગમાં જાઓ. તેઓ આ કેસમાં કોઇ પક્ષકાર નથી.
CJIએ કહ્યું કે અમે એક સમિતિ એટલે બનાવી રહ્યાં છે કે અમારી પાસે એક સ્પષ્ટ તસ્વીર છે. અમે એ તર્ક નથી સાંભળવા માગતા કે ખેડૂત સમિતિમાં નહી જોડાય. અમે સમસ્યાને હળ તરીકે જોઇ રહ્યાં છીએ. જો તમે ખેડૂતો અનિશ્ચિત સમય સુધી આંદોલન કરવા ઇચ્છો છો તો તમે એવુ કરી શકીએ છીએ.

Related posts

JKમાં એલઓસી પર દેખાઈ શંકાસ્પદ ઉડતી વસ્તુ, ભારતીય સૈન્ય-સુરક્ષાબળો એલર્ટ…

Charotar Sandesh

દેશમાં કોરોનાનો આંક ૭૦ લાખને પાર : મૃત્યુઆંક ૧.૦૭ લાખે પહોંચ્યો…

Charotar Sandesh

કોરોના વાયરસના સંકટને પહેલેથી જ ગંભીરતાથી લેવાની જરૂર હતી : રાહુલ ગાંધી

Charotar Sandesh