Charotar Sandesh
ગુજરાત

સૈનિકોની પડતર ૧૪ માગંણીઓને લઇ ધાનાણીએ લખ્યો સીએમને પત્ર…

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યમાં વસતા દેશના નિવૃત સૈનિકો માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પરેશ ધાનાણીએ પત્રમાં નિવૃત સૈનિકોની પડતર ૧૪ માગંણીઓ સત્વરે પુર્ણ કરવા માંગ કરી સૈનિકોની માંગમાં શહિદના પરિવારના એક સભ્યને નોકરી આપવાની સાથે સાથે, આર્થિક સહાય તેમજ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાનું શહિદ સ્મારક બનાવવાની માગણી કરી છે.

રાજ્યના મખ્યમંત્રીને રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અને પ્રજાની સમસ્યાઓ અંગે પત્ર લખતા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે રાજ્યમાં વસતા નિવૃત સૈનિકોની માંગ પુરી કરવા માટે જણાવ્યું છે. પરેશ ધાનાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો કે સૈનિકો દિવસ રાત ઠંડી કે ગરમીની ચિંતા કર્યા વિના દેશની સેવા કરતા હોય છે આવા સમયે સરકાર સામેની તેમની માગણીઓ તાત્કલીક સંતોષવી જોઈએ.

શહિદ સૈનિકોના પરિવારને એક કરોડની આર્થિક સહાય, પરિવારને પેન્શન અને એક સભ્યને રાજ્ય સરકાર દ્વારા સરકારી નોકરી આપવામાં આવે. ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનું શહિદ સ્મારક તથા સૈનિકો માટે આરામગૃહ બનાવવામાં આવે. રાજ્ય સરકારની વર્ગ ૧ થી લઇને વર્ગ ચાર સુધીની સરકારી ભરતીમાં નિવૃત સૈનિકોની અનામતનો અમલ કરાવામાં આવે અને મેરીટને ધ્યાને લીધા વિના માજી સૈનિક ગણી નિમણુક આપવામાં આવે.

Related posts

સામાજિક દૂષણોથી મુક્તિ માટે ઠાકોર સમાજે ડીજે પર પ્રતિબંધ મુક્યો : દીકરીઓને મોબાઈલથી દૂર રાખવા અપીલ કરાઈ

Charotar Sandesh

સુરત : ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસનો આજે ચુકાદો આવશે : આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરાયો

Charotar Sandesh

ગુજ.હાઈકોર્ટમાં ૧૭ કર્ચમારીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ : ૧૨થી ૧૫ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે…

Charotar Sandesh