Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

“આઝાદીની ટ્રેન અને સ્ટેશન” અંતર્ગત અડાસ રોડ સ્ટેશન પર વિવિધ કાર્યક્રમોનું આયોજન

રેલ્વે (railway) મંત્રાલય

આણંદ : આઝાદીના અમૃત મહોત્સવ’ કાર્યક્રમ હેઠળ, રેલ્વે (railway) મંત્રાલય દ્વારા તા. ૨૩ જુલાઈ, ૨૦૨૨ સુધી “આઝાદી ની ટ્રેન અને
સ્ટેશન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત પશ્ચિમ રેલવે (railway) ના વડોદરા મંડળના વડોદરા-આણંદ રેલ ખંડના અડાસ રોડ સ્ટેશન પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત અડાસ રોડ સ્ટેશનને ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યું છે અને એક મોટી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે જેના દ્વારા દેશભક્તિના ગીતો અને ટૂંકી ફિલ્મો પણ પ્રદર્શિત કરવામાં આવી રહી છે.

અડાસ રોડ સ્ટેશન પર ‘આઝાદી કે અમૃત મહોત્સવ’ સંબંધિત ફોટો પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે

આ અંગેની વધુ વિગતો આપતાં વરિષ્ઠ મંડળ અધિકારી શ્રી સુનિલ બિશ્નોઇએ આ સમયગાળા દરમિયાન આઝાદી માટે જે લોકોએ પોતાના જીવનનું આહુતિ આપી હતી તેમની યાદમાં શેરી નાટકો અને ગીત, સંગીત અને ચિત્ર સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી સ્ટેશન પર સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે. ૧૮ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ, ભારત છોડો ચળવળ દરમિયાન ત્રિરંગા સાથે મુસાફરી કરી રહેલા પાંચ નિઃશસ્ત્ર ક્રાંતિકારીઓને અડાસ રોડ સ્ટેશન પર અંગ્રેજોએ ગોળી મારી હતી. જે ભારત છોડો આંદોલનના દરમ્યાન ત્રિરંગો લઈને યાત્રા કરી રહ્યા હતા. તેમની યાદમાં સ્ટેશનની નજીક એક શહીદ સ્મારક પણ બનાવવામાં આવ્યું હોવાનું ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, રેલ્વે પ્રશાસન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારજનોના સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવશે .આ દરમિયાન વડોદરા તથા અમદાવાદ વચ્ચે દોડતી સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેનને પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા લીલી ઝંડી બતાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Other News : આણંદ શહેર અને કરમસદના આ વિસ્તારોને કન્ટેનમેન્ટ (Containment Area) એરિયા જાહેર કરાયા

Related posts

આણંદ જીલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ-પોલીસકર્મીઓનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરાયું

Charotar Sandesh

આણંદ જિલ્લામાં  ૫.૩૮ લાખ આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરાયા : જાણો તે યોજનાના લાભો

Charotar Sandesh

સી ડી એસ સંસ્થા દ્વારા ગંગા ડેરી ફાર્મ ખાતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો…

Charotar Sandesh