Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત સ્થાનિક સમાચાર

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની વાર્ષિક સાધારણ યોજાઈ : ૬૧ હજાર કરોડનું ટર્નઓવર કર્યું

મિલ્ક માર્કેટીંગ ફેડરેશન

આણંદ : ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ લિમિટેડ (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન)ની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી, જેમાં ગત વર્ષે થયેલ ટર્નઓવરની જાહેરાત કરાઈ હતી. ફેડરેશને ૬૧ હજાર કરોડનું ટર્નઓવર હાંસલ કરેલ છે.

આ વધુ એક સિદ્ધિ સાથે જ અમૂલ ડેેરી દેશની સૌથી મોટી ફુડ તેમજ એફએમસીજી બ્રાન્ડ તરીકેનું પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવેલ છે

છેલ્લા ૧૨ વર્ષના સંયુક્ત સરેરાશ વૃદ્ધિ દર્શાવી વર્ષ ૨૦૨૧-૨૨માં તેના ટર્નઓવરમાં વર્ષ ૨૦૨૦-૨૧ કરતાં રૂ. આઠ હજાર કરોડનો ઉમેરો થયેલ છે. આ વર્ષનું ટર્નઓવર ગત વર્ષ કરતાં આઠ હજાર કરોડ વધેલ છે. આ ઉપરાંત આ ટર્નઓવર છેલ્લા ૧૨ વર્ષના સંયુક્ત સરેરાશ વૃદ્ધિ દર ૧૬ ટકાથી વધીને ૧૮.૪૬ ટકા થયેલ છે.

અમૂલ ફેડરેશનની યોજાયેલ બેઠકમાં ફેડરેશન દૂધ ઉપરાંત અન્ય ખેત ઉત્પાદનનું વિતરણ કરે તે માટે બંધારણીય ફેરફાર માટે પણ મહત્વપૂર્ણ ચર્ચા બાદ સરકારને આ અંગેનો મુસદ્દો તૈયાર કરી મોકલી અપાયેલ છે. અમૂલ ફેડરેશન ઓર્ગેનિક અનાજ, ફળ તેમજ શાકભાજી સહિતના પ્રોડક્ટ વિસ્તરણ તથા વિતરણ પર પણ લાંબી ચર્ચા કરાઈ હતી.

Other News : “આઝાદીની ટ્રેન અને સ્ટેશન” અંતર્ગત અડાસ રોડ સ્ટેશન પર વિવિધ કાર્યક્રમોનું આયોજન

Related posts

આણંદ પંથકમાં શાસક-વિપક્ષના રાજના પગલે વિકાસને લુણો : દુરસ્ત માર્ગોથી પ્રજાને હાલાકી…

Charotar Sandesh

આણંદ જિલ્લા ન્યાયાલય અને તાબા હેઠળની તમામ અદાલતોમાં તા.૧૦ જુલાઇએ રાષ્ટ્રિય લોક અદાલત યોજાશે…

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી : તા.૨ માર્ચના રોજ મતગણતરી યોજાશે : જાણો મતગણતરીના સ્થળો…

Charotar Sandesh