Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં  ૫.૩૮ લાખ આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરાયા : જાણો તે યોજનાના લાભો

આયુષ્માન કાર્ડ

આણંદ :  આયુષ્માન ભારત યોજના (ayushman bharat yojana) હેઠળ જે કુટુંબ પાસે આયુષ્માન કાર્ડ હોય તેમને આરોગ્ય લક્ષી કોઈ મોટી બિમારી આવી પડે તો તેમને આ યોજના હેઠળ નિશુલ્ક સારવાર મળે છે. ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી ત્યારબાદ ગુજરાત રાજ્યમાં અમલી મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો તા.૫-૮-૨૦૨૧ થી આયુષ્માન ભારત યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.

હવે ગુજરાતમાં પણ દરેક વ્યક્તિને આયુષ્માન કાર્ડનો લાભ આપવામાં આવે છે

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર.બી.કાપડિયા એ જણાવ્યું છે કે જે કોઈ કુટુંબના તમામ સભ્યોની આવક રૂપિયા ૪.૦૦ લાખ કે તેથી ઓછી હોય તેમને આયુષ્માન કાર્ડ મળવા પાત્ર છે. આ ઉપરાંત જે નિવૃત્ત સરકારી કર્મચારી હોય અને તેમને પેન્શનની આવક રૂપિયા ૬.૦૦ લાખ કે તેથી ઓછી હોય તો તેમને અને તેમની પત્નીને પણ આયુષ્માન કાર્ડના લાભ મળવા પાત્ર છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે આવકનો દાખલો, આધાર કાર્ડ અને રેશનકાર્ડ માત્ર આ ત્રણ વસ્તુઓની જ જરૂર પડે છે.

આણંદ જિલ્લામાં તા. ૧-૭-૨૦૨૩ ની પરિસ્થિતિ એ કુલ ૫,૩૮,૮૭૫ આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે પૈકી વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૮૫૩૧ આયુષ્માન કાર્ડ અને તા. ૧-૪-૨૦૨૩ થી તા. ૩૦-૬-૨૦૨૩ સુધીમાં ૫૧૬૯ આયુષ્માન કાર્ડ (ayushman card) આપવામાં આવ્યા છે.

સરકારી હોસ્પિટલ ખાતે ૪૭૩૬ લાભાર્થીઓને અને ખાનગી હોસ્પિટલો ખાતે ૧૭૮૦૧ લાભાર્થીઓએ આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર આપવામાં આવી  છે.

આ ઉપરાંત છેલ્લા ૧૮ માસ દરમિયાન આણંદ જિલ્લામાં જનની સુરક્ષા યોજના હેઠળ ૮૧૫૩, નિશ્ચય પોષણ સહાય યોજના હેઠળ ૭૦૦૧, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ ૧૯૫૩૧ અને કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ ૧૭૪૦૧ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર.બી.કાપડિયાએ વધુમાં જણાવ્યું છે.

Other News : હજી ભારે વરસાદ માટે તૈયાર રહેજો ! ગુજરાત સહિત આ ૮ રાજ્યો માટે ભયાનક આગાહી

Related posts

અમેરિકામાં ચરોતરના યુવાનની લુંટના ઈરાદે કરપીણ હત્યા : પુત્રીએ જન્મદિને જ છત્રછાયા ગુમાવી

Charotar Sandesh

આણંદના મોગર નજીક આર્મીની ટ્રક ખાનગી ટ્રક સાથે અથડાઈ : ક્રેઈનની મદદથી વાહનોને છુટા પડાયા

Charotar Sandesh

મોંઘવારી આસમાને : કોથમીર ૪૦૦ રૂ. અને ચોળી ૧૨૦ રૂ. કિલો…

Charotar Sandesh