Nadiad : ડાકોર ખાતે તા ૦૭-૦૩-૨૦૨૩ ના રોજ હોળીની પુનમની જવણી કરવામાં આવનાર છે, જેના અનુસંધાનમાં અમદાવાદથી લાખો શ્રી રાજા રજછોડરાયજીના ભક્તો છેલ્લા ત્રણ દિવસથી ચાલતા ચાલતા પગપાળા યાત્રા કરીને પોતાની ભાષા પુરી કરે છે, જે અત્રે પ્રસ્તુત તસ્વીરોમાં જણાઈ રહેલ છે, જે તસ્વીરો મહુધા રોડ પર લેવામાં આવી છે.
તા ૦૪-૦૩-૨૦૨૩ ને શનિવારે સવારે ૦૯ ૪૫ કલાકે શ્રીજી મહારાજની મંગળા આરતી કર્યા બાદ શ્રીજી મહારાજના દર્શન આવનાર સર્વે ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ડાકોરની આજુબાજુના ગામો સિવાય પણ અમદાવાદ, સુરત, નડીયાદ, મહુધા, આણંદ તેમજ વડોદરાથી શ્રીજીના ભક્તોની જમાવટ થઈ ગઈ હતી. કોઈ ધજા લઈને તો કોઈ માથા ઉપર પોતાનો સામાન લઈને પોતાના ઈષ્ટની વંદના કરતા કરતા ચાલ્યા જઈ રહેલા અત્રે પ્રસ્તુત તસ્વીરો જણાઈ રહેલ છે.
Other News : આણંદ : ગોલ્ડ સિનેમાના બેઝમેન્ટમાં લાગેલી આગમાં એક ભડથુ : ફાયર સેફ્ટી સામે સવાલ !