Charotar Sandesh
બોલિવૂડ

આર્યન ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના દીકરાના બચાવમાં આવ્યું બોલિવૂડ

આર્યન ડ્રગ્સ કેસ

મુંબઇ : શનિવારના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ કોર્ડેલિયા ક્રૂઝ પરની રેવ પાર્ટીમાં દરોડા પાડ્યા હતા. એનસીબીએ શાહરુખના પુત્ર આર્યન સહિત ૭ અન્ય લોકોની ધરપકડ કરી હતી. આર્યન સહિત ૭ આરોપી ૭ ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં રહેશે. આર્યનની ધરપકડ બાદ શાહરુખ-ગૌરી ખાન ટેન્શનમાં છે. આર્યનની ધરપકડથી બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો હતો. બોલિવૂડ શાહરુખ ખાનની પડખે ઊભો રહ્યો છે. પૂજા ભટ્ટથી લઈ સુનીલ શેટ્ટી સહિતના સેલેબ્સે શાહરુખને સાથ આપ્યો છે. આર્યનની ધરપકડ થઈ એ દિવસે સલમાન મળવા આવ્યો હતો. ત્યાર બાદ સલમાનની બહેન અલીવરા, ભાભી સીમા ખાન આવ્યાં હતાં. કાજોલ, રાની મુખર્જી, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્માએ ફોન પર શાહરુખ સાથે વાત કરી છે.

પૂજા ભટ્ટે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ’શાહરુખ હું તારી સાથે છું, તને જરૂર છે એટલા માટે નહીં, પરંતુ હું તેમ કરવા માગું છે. આ સમય પણ જતો રહેશે.’

ફિલ્મમેકર હંસલ મહેતાએ કહ્યું હતું, ’બાળકો જ્યારે મુસીબતમાં હોય ત્યારે પેરન્ટ્‌સ માટે આ સ્થિતિનો સામનો કરવો મુશ્કેલ બની જાય છે. આ વાત ત્યારે વધુ મુશ્કેલીરૂપ બની જાય છે, જ્યારે કાયદો પોતાનું કામ કરે, એ પહેલાં જ લોકો પરિણામ સુધી પહોંચી જાય છે. પેરન્ટ્‌સ તથા બાળકના સંબંધો માટે આ અપમાનજનક તથા અનુચિત છે. હું શાહરુખની સાથે છું.’

સિંગર સૂચિત્રા કૃષ્ણામૂર્તિએ કહ્યું હતું, ’એક પેરન્ટ્‌સ માટે પોતાના બાળકને સંકટમાં જોવું સૌથી મુશ્કેલ સમય છે. તમામ માટે પ્રાર્થના.’
સુઝાન ખાને સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, ’મને લાગે છે કે વાત માત્ર આર્યન ખાનની નથી, કારણ કે દુર્ભાગ્યથી તે ખોટા સમય પર ખોટી જગ્યાએ પર હતો. આ ઘટના એક ઉદાહરણ તરીકે જોઈ શકાય છે કે ચાહકો બોલિવૂડ સાથે જોડાયેલા લોકોને ’વિચ હંટ’ (ક્રૂર સજા) કરવામાં લાગી જાય છે. આ બહુ જ દુઃખની તથા ખોટી વાત છે, કારણ કે તે સારો બાળક છે. હું ગૌરી તથા શાહરુખની સાથે છું.

Other News : ક્રૂઝ ડ્રગ્સ કેસ : આર્યનને રાહત નહિ, કસ્ટડી ૭ ઓક્ટોબર સુધી વધી

Related posts

કરણ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એક સાથે કામ કરશે

Charotar Sandesh

અભિનેત્રી યામી ગૌતમે પોતાનો જન્મદિવસ પતિ સાથે સેલિબ્રેશન કર્યું

Charotar Sandesh

સલમાનની સાથે મારા સંબંધો હવે તણાવપૂર્ણ છે : બોની કપૂર

Charotar Sandesh