Charotar Sandesh
ઈન્ડિયા

ભારતમાં આ મહિનાથી બાળકોને કોરોના રસી આપી શકાશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે બાળકોની રસી અંગે હજુ સુધી ભલે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ ભારત સરકારની જ જ ડ્રગ રેગ્યુલેટર એજન્સીએ ગત ૨૦ ઑગસ્ટના દિવસે જ કેડિલાની આ રસીને ઇમરજન્સી યુઝ માટે લીલી ઝંડી આપી દઇને પરોક્ષ સંકેત આપી દીધો હતો કે ભારતમાં ખુબ ટૂંકા સમયમાં જ ૧૨ વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો અને કિશોરોને કોવિડની રસીથી સુરક્ષિત કરી શકાશે.

૧૨ વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો અને કિશોરો આગામી મહિનેથી એટલે કે ઓક્ટોબરથી કોવિડ-૧૯ની રસી મેળવવાને પાત્ર બની જશે

આ રસીની વિશેષ ખાસિયત એવી છે કે તે પ્લાઝમીડ ડીએનએ કોરોના વેક્સીન છે. ત્રણ ડોઝની આ વેક્સીનને લગાવવા માટે ઇંજેક્શનની કોઇ જરુર રહેશે નહીં. પ્રથમ ડોઝ લીધા બાદ ૨૮ દિવસે બીજો ડોઝ અને ત્યારબાદ ૫૬ દિવસ પછી ત્રીજો ડોઝ લેવાનો રહેશે.ભારતમાં પણ હવે બાળકોને રસી આપવાનું કામ જલ્દીથી શરુ થઇ શકે છે. હવે ભારતમાં એક દિવસમાં કરોડોની સંખ્યામાં રસીનું ઉત્પાદન શરુ થઇ ગયું છે, જેથી રસીની અછત અંગે ભૂતકાળમાં જે પ્રશ્નો સર્જાયા હતા તે હવે દૂર થતા જણાઇ રહ્યા છે. બાળકોની રસીના ઉત્પાદન ઉપર સીી નજર રાખી રહેલાં સૂત્રોએ કહ્યું હતું કે ૧૨ વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો અને કિશોરોે આગામી મહિનેથી એટલે કે ઓક્ટોબરથી કોવિડ-૧૯ની રસી મેળવવાને પાત્ર બની જશે.

તેમણે જણાવ્યું હતું કે કેડિલા હેલ્થકેરની ઝાયકોવી-ડી નામની રસી લોન્ચ થયા બાદ બાળકોને ટૂંક સમયમાં રસી આપવાના સંજોગો લઉજળા થતાં દેખાઇ રહ્યા છે. સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે બાલકો માટે રસી તૈયાર કરનાર આ કંપની એક મહિનામાં રસીના એક કરોડ ડોઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. જો કે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે બાળકોની રસી અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ એક વાત તદ્દન સ્પષ્ટ છે કે ભારતંમાં બાલકો માટે કેડિલાની ઝાયકોવી-ડી સિવાય હાલ અન્ય કોઇ રસી ઉપલબ્ધ નથી.

Other News : કોવિશિલ્ડને બ્રિટને માન્ય રાખ્યું પરંતુ હજુ અન્ય દેશોની યાદીમાંથી ભારત બાકાત

Related posts

પશ્વિમ બંગાળમાં ચૂંટણી પંચે પ્રચાર પર રાત્રે જ પ્રતિબંધ કેમ લગાવ્યો?ઃ માયાવતી

Charotar Sandesh

ઇડીએ સુશેન મોહન ગુપ્તાની અરજીનો વિરોધ કરી જણાવ્યું નિરવ-માલ્યા સહિત બીજા ૩૬ વેપારીઓ દેશ છોડી ભાગી ગયા (જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૬

Charotar Sandesh

ઘરે પહોંચવાની ઇચ્છા અધૂરી : ૩૦ શ્રમિકોના અકાળે મોત…

Charotar Sandesh