Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં એક શખ્સ ટીમ ઇન્ડિયાની જર્સી પહેરી મેદાનમાં ઘુસી આવ્યો

ઇંગ્લેન્ડના લોર્ડ્‌સને મેદાન

લોર્ડસ : ઇંગ્લેન્ડના લોર્ડ્‌સને મેદાનમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ મેચ દરમ્યાન એક રમુજી કિસ્સો જોવા મળ્યો. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. તો, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સહીત તમામ ખેલાડીઓ હસીહસીને લોટપોટ થઇ ગયા.

વાસ્તવમાં, લોર્ડ્‌સના મેદાનમાં એક શખ્સ ભારતીય ટીમની જર્સી પહેલીને અંદર મેદાન પર ઘુસી આવ્યો. એટલું જ નહીં મેદાનમાં જ શખ્સ કહેવા લાગ્યો કે તે ટીમ ઇન્ડિયા માટે રમે છે.

આ શખ્સનું નામ જારવો હોવાનું જાણવા મળી રહયું છે અને તેની જર્સી પર નંબર ૬૯ લખેલ હતો. વિડીયો સો.મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. માત્ર ટિ્‌વટર પર જ ૧ મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

બાદમાં, ટીમ ઇન્ડિયાના કથિત ૧૧૨માં ખેલાડીએ’ માઇક્રોબ્લોગિંગ સાઈટ પર પોતાની ઓળખ જણાવી છે. એક ટિ્‌વટર યુઝરે જાર્વિસની કેટલીક તસવીરો શેર કરીને દાવો કર્યો છે કે જે પીચ પર ગયો હતો તેનું નામ જારવો છે. જેમાં તેને લખ્યું હતું કે મને ભારત માટે રમનાર પહેલા શ્વેત વ્યક્તિ હોવાનો ગર્વ છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઈંગ્લીશ ફેન ભારતની જર્સી પહેરીને મેદાનમાં ઘુસી આવે છે અને ભારત તરફથી ફિલ્ડિંગ ભરવા લાગે છે. થોડીક મિનિટો માટે તો એવું લાગે છે કે તે સાચે જ ભારતીય ટીમનો ખેલાડી હોય.
પરંતુ, બાદમાં તેની પોળ ખુલી ગઈ. ત્યારબાદ તુરંત મેદાન પર હાજર સિક્યોરિટી ગાર્ડે તેને પકડી લીધો અને તેને લઈને મેદાનની બહાર લઈને ચાલ્યા ગયા. બોલર મોહમ્મદ સિરાજ શખ્સની આ હરકત પર પોતાનું હાસ્ય ન રોકી શક્યા. તો રવિન્દ્ર જાડેજા પણ આ ઘટનાથી ચોંકી ગયા.

આ ઘટના ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત દરમ્યાન લંચ દરમ્યાન થયો હતો

ભારતીય ટીમ જયારે લંચ બાદ મેદાનમાં આવી તો તે દરમ્યાન આ શખ્સ ભારતીય પ્લેયર્સ વચ્ચે જોવા મળ્યો હતો. જારવોનો આ વિડીયો સો.મીડિયામાં જોરદાર વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેના પર કોમેન્ટ કરી રહ્યા છે.

Other News : IPL ફેઝ-૨ માટે ચેન્નાઈની ટીમ દુબઇ પહોંચી, યુએઈમાં કેમ્પની શરુઆત કરશે

Related posts

ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક પંડ્યાએ જાહેર કર્યું પુત્રનું નામ, ગિફ્ટમાં મળી મર્સિડિઝ કાર…

Charotar Sandesh

ટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે છે…

Charotar Sandesh

આ વર્ષે કિંગ્સ ઇલેવન પંજાબ જીતી શકે છે આઈપીએલઃ ગ્લેન મેક્સવેલ

Charotar Sandesh