Charotar Sandesh
વર્લ્ડ

NASAની ચેતવણી, ધરતી તરફ પૂરઝડપે આવી રહ્યો છે વિશાળકાય ‘પથ્થર’

NASA

USA : અમેરિકન અંતરિક્ષ એજન્સી NASA એ એક વિશાળ એસ્ટરોઇડ તોફાની રફતારથી ધરતીની કક્ષમાં આવી રહ્યો છે. આ એસ્ટરોઇડ ૨૦ મીટર પહોળો છે અને ૮ કિમી પ્રતિ સેકન્ડની રફતારથી ધરતીની પાસેથી પસાર થશે. આ એસ્ટરોઇડનું નામ ‘2008 GO20’ છે.

કહેવાય છે કે આગામી ૨૫મી જુલાઇના રોજ આ વિશાળ એસ્ટરોઇડ ધરતીની કક્ષાની પાસેથી પસાર થશે.

ડેલી સ્ટાર રિપોર્ટના મતે આ એસ્ટરોઇડના ધરતી પાસેથી ટકરાવાની આશંકા ‘ખૂબ જ ઓછી’ છે. નાસાએ આ એસ્ટરોઇડ પર બાજ નજર બનાવી રાખી છે. આ આકારમાં લંડનના ખૂબ જ ચર્ચિત બિગ બેનના આકાર કરતાં બમણો છે. ભારતીય સમયાનુસાર ૨૫મી જુલાઇના રોજ રાત્રે અંદાજે બે વાગ્યે પસાર થશે. જે કક્ષમાંથી આ એસ્ટરોઇડ પસાર થશે તેને અપોલો કહેવાય છે.

NASA એ આ ખતરનાક એસ્ટરોઇડની શ્રેણીમાં મૂકયા છે.

નાસા હાલ બે હજાર એસ્ટરોઇડ પર નજર રાખી રહ્યું છે જે ધરતી માટે ખતરો બની શકે છે.

જો કોઇ તેજ રફતાર સ્પેસ ઓબ્જેક્ટ ધરતીથી ૪૬.૫ લાખ માઇલથી અંદાજે આવવાની સંભાવના હોય છે તો તેને સ્પેસ ઓર્ગેનાઇઝેશન્સ ખતરનાક માને છે. NASA ની Sentry સિસ્ટમ આવા ખતરા પર પહેલેથી જ નજર રાખે છે. તેમાં આવનારા ૧૦૦ વર્ષ માટે હાલ ૨૨ એવા એસ્ટરોઇડસ છે જેને પૃથ્વીથી ટકરાવાની થોડીક પણ આશંકા છે.

એસ્ટરોઇડસ એ પથ્થરા હોય છે જે કોઇપણ ગ્રહની જેમ જ સૂર્યના આટા મારે છે પરંતુ આ આકારમાં ગ્રહોથી થોડાંક નાના હોય છે. આપણી સોલર સિસ્ટમમાં મોટાભાગે એસ્ટરોઇડસ મંગળ ગ્રહ અને ગુરૂ એટલે કે માર્સ અને જ્યુપિટરની કક્ષામાં એસ્ટરોઇડ બેલ્ટમાં જોવા મળે છે. આ સિવાય પણ બીજા ગ્રહોની કક્ષમાં ફરતા રહે છે અને ગ્રહની સાથે સૂર્યના આંટા મારે છે. અંદાજે ૪.૫ અબજ વર્ષ પહેલાં જ્યારે આપણી સોલાર સિસ્ટમ બની હતી ત્યારે ગેસ અને ધૂળના એવા વાદળો જે કોઇ ગ્રહનો આકાર લઇ શકતા નથી અને પાછળ છૂટી ગયા તે જ આ પથ્થરો એટલે કે એસ્ટરોઇડસમાં ફેરવાઇ ગયા. આ જ કારણ છે કે તેનો આકાર પણ ગ્રહોની જેમ ગોળ હોતો નથી. કોઇપણ બે એસ્ટરોઇડ એક જેવા હોતા નથી.

Other News : ભારતમાં બનેલ કોવિશિલ્ડ રસી લેનાર લોકો ફ્રાન્સમાં પ્રવેશ કરી શકશે

Related posts

અમેરિકામાં ૨૪ કલાકમાં ૧.૮૧ લાખ કેસ અને ૨ હજારથી વધુ મોત…

Charotar Sandesh

અમેરિકામાં અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓની 2 લાખને પાર પહોંચી : સતત વધારો…

Charotar Sandesh

કોરોના સંકટ : ચાલુ વર્ષના અંત સુધી ૮.૬ કરોડ બાળકો ગરીબ બનશે…

Charotar Sandesh