Charotar Sandesh
ગુજરાત

અમદાવાદમાં માસ પ્રમોશન સાથે રિપીટર વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું

માસ પ્રમોશન
અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં રિપીટર્સ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ એકઠા થઈ માસ પ્રમોશનની માંગણી કરી હતી

અમદાવાદ : ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયુ નથી. તેમના પરીક્ષાઓ રાબેતા મુજબ યોજાશે.

ત્યારે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં રિપીટર્સ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ એકઠા થઈ માસ પ્રમોશનની માંગણી કરી હતી. ગાંધી આશ્રમમાં આવેલા હૃદય કુંજની સામે ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ વિરોધ પ્રદર્શન પર બેસ્યા હતા.

વિરોધ કરી રહેલા શિક્ષક અજય વાઘેલાની પોલીસે અટકાયત કરી હતી. તેમજ અન્ય કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી ટોળું વિખેરવામાં આવ્યું હતું.

ધોરણ ૧૦ અને ૧૨ ના રિપીટર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ગાંધી આશ્રમ ખાતે એકઠા થયા હતા.

રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે એવી માગ સાથે તેઓ એકઠા થયા હતા.

જોકે વિદ્યાર્થીઓને ચર્ચા કરતા ગાંધી આશ્રમમાં પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

શિક્ષક અને વિદ્યાર્થી નેતા એવા અજય વાઘેલાએ કહ્યું કે, અમે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છીએ.

એમનો જે હક્ક છે એ મુજબ એમને ન્યાય મળવો જોઈએ.

સમાનતાના અધિકાર હેઠળ, વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ યોગ્ય નથી.

તો બીજી તરફ, વિદ્યાર્થીઓએ પણ ઝી ૨૪ કલાક સાથે વાત કરતા કહ્યું કે અમને પણ રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન મળવું જોઈએ. ત્રીજી લહેરનો ભય છે, એવામાં પરીક્ષા હાલ યોજવી યોગ્ય નથી.

ત્યારે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં રિપીટર્સ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ એકઠા થઈ માસ પ્રમોશનની માંગણી કરી હતી. ગાંધી આશ્રમમાં આવેલા હૃદય કુંજની સામે ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ વિરોધ પ્રદર્શન પર બેસ્યા હતા. એમનો જે હક્ક છે એ મુજબ એમને ન્યાય મળવો જોઈએ. સમાનતાના અધિકાર હેઠળ, વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ યોગ્ય નથી. ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયુ નથી. તેમના પરીક્ષાઓ રાબેતા મુજબ યોજાશે. શિક્ષક અને વિદ્યાર્થી નેતા એવા અજય વાઘેલાએ કહ્યું કે, અમે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છીએ. એમનો જે હક્ક છે એ મુજબ એમને ન્યાય મળવો જોઈએ.

Other News : અમદાવાદ : જગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ વચ્ચે નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિ સંપન્ન

Related posts

ગુજરાત હાઈકોર્ટે ૨ વર્ષમાં પાસાના ૩,૪૪૭ હુકમ રદ કરી દીધા

Charotar Sandesh

કમોસમી વરસાદથી ડાંગમાં આહ્લાદક વાતાવરણ, સાપુતારામાં પ્રવાસીઓ ઉમટ્યા…

Charotar Sandesh

હાર્દિક પટેલ સોશિયલ મીડિયાના સહારે… ભાજપ અને પોલીસ પર આક્ષેપબાજી કરી…

Charotar Sandesh