Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત

આવતીકાલે ૩૧ જુલાઈ પહેલા પતાવી લેજો આ કામ : નહીં તો ભરવો પડશે ૫૦૦૦ રૂપિયા દંડ!

આઈટી ફાઈલ

ન્યુ દિલ્હી : આવતીકાલે ૩૧ જુલાઈના રોજ આઈટી ફાઈલ કરવામાં વિલંબના કિસ્સામાં ૫ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓ માટે ૧,૦૦૦ રૂપિયાનો દંડ, જ્યારે ૫ લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક માટે ૫,૦૦૦ રૂપિયાની લેટ ફી (panelty) વસૂલવાની જોગવાઈ કરાઈ છે.

ITR ફાઇલ કરવા માટે આવકવેરા વિભાગ દ્વારા ૩૧ જુલાઈ ૨૦૨૩ની તારીખ નક્કી કરાઈ છે. એટલે કે તમારી પાસે માત્ર એક દિવસ બાકી છે, જો તમે નિયત તારીખ સુધીમાં ITR ફાઇલ કરવાનું ચૂકી જાઓ છો, તો તમારે Rs. ૫,૦૦૦ સુધીનો દંડ (panelty) ચૂકવવો પડી શકે તેમ છે.

આવકવેરા વિભાગ સતત દેશના કરદાતાઓને સંદેશાઓ અને સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી રહ્યું છે કે તેઓ ITR ફાઈલ કરવાની અંતિમ તારીખની રાહ ન જુએ અને આ કામ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરે.

વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર ગત ૨૪ જુલાઈ સુધી દેશના ૪ કરોડથી વધુ કરદાતાઓએ તેમના રિટર્ન ફાઈલ કરેલ છે, તો તમે પણ સમય ગુમાવ્યા વિના પહેલા આ કામ કરો.

૩૧ જુલાઈ પછી કેટલો દંડ થઈ શકે છે ?
IT Return મોડા ફાઈલ કરવા પર દંડની વાત કરીએ તો, આ અંતર્ગત ૫ લાખ રૂપિયા સુધીની Yearly આવક ધરાવતા કરદાતાઓ માટે Rs. ૧૦૦૦ રૂપિયાનો દંડ (panelty) વસૂલવામાં આવે છે, જ્યારે ૫ લાખ રૂપિયાથી વધુની Yearly આવક પર Rs. ૫,૦૦૦ રૂપિયાની લેટ ફી (panelty) વસૂલવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે છેલ્લી ઘડીએ ઉતાવળમાં આ કામ કરતી વખતે કેટલીક ભૂલો થઈ શકે છે, જે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

Other News : ગુજરાતમાં આગામી ૨૪ કલાક છે ખુબ જ ભારે રહેશે ! કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ અને પવન ફૂંકાશે

Related posts

ઉદ્ધવ સરકારનું પહેલું મંત્રી મંડળ વિસ્તરણ ૩૦ ડિસેમ્બરે થવાની શક્યતા…

Charotar Sandesh

હવે કંગનાએ બીએમસીને નોટીસ ફટકારી ૨ કરોડ રૂપિયાનું વળતર માગ્યું…

Charotar Sandesh

ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનું તિવ્ર અસર : વૃક્ષો-વીજપોલ-હોર્ડિંગ્સ થયા જમીનદોસ્ત

Charotar Sandesh