Charotar Sandesh
ગુજરાત

આગામી ચૂંટણીમાં રુપાણી-પટેલના નેતૃત્વમાં જ લડાશે : પાટીલની સ્પષ્ટતા

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે

નેતૃત્વ પરિવર્તનની માત્ર અફવાઓ

ગાંધીનગર : સમગ્ર દેશ આજે ૭૫મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય “કમલમ” ખાતે કાર્યકર્તાઓની હાજરીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ધ્વજવંદન કર્યું હતું. આ દરમિયાન સીઆર પાટીલે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

જણાવી દઈએ કે, આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવામાં ભાજપ દ્વારા અત્યારથી જ મતદારોને રિઝવવા માટે ચૂંટણીલક્ષી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત જનઆશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જો કે છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો થઈ રહી હતી. આ અટકળોનો અંત લાવતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આજે કમલમ ખાતે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની માત્ર અફવાઓ છે. રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ખૂબ જ સારુ કામ થયું છે. આગામી વિધાનસભાની ચૂંટણી પણ વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં જ લડવામાં આવશે.

બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન નહીં થાય એવા નિવેદન પર જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, સીઆર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. તેઓ અને દિલ્હીથી મોવડીમંડળ નક્કી કરે તે પ્રમાણે આગામી વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે.

Other News : રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો અંગે નિર્ણય : ૮ મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ આ તારીખ સુધી લંબાવાયો

Related posts

ભરત પંડ્યાને ઈન્ડિયન ફેડરેશન ઓફ યૂનાઈટેડ નેશન્સ ગુજરાતના અધ્યક્ષ બનાવાયા…

Charotar Sandesh

ભારતને આઈએએસ અધિકારી આપવામાં ગુજરાત રાજ્ય પાછળ

Charotar Sandesh

રાજ્યની તમામ યુનિની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધીમાં પુરી કરવા આદેશ…

Charotar Sandesh