Charotar Sandesh
બોલિવૂડ

અભિનેતા અક્ષય કુમાર કાશ્મીર પહોંચ્યા, બીએસએફના જવાનોનું વધાર્યું મનોબળ…

કાશ્મીર : બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર સૈન્યને પ્રોત્સાહિત કરવામાં અને તેમનું મનોબળ વધારવામાં હંમેશા આગળ હોય છે. ગુરૂવારે અક્ષય કુમાર ઉત્તર કાશ્મીરના ગુરેઝમાં સૈન્યની અગ્રિમ ચોકી પર પહોંચ્યા હતા. અભિનેતાએ અહીં સરહદની સુરક્ષા કરતી વખતે શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને પોસ્ટ પર સૈનિકો અને અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. જવાનો અને સૈન્ય અધિકારીઓ સાથેની તેમની વાતચીત દરમિયાન અભિનેતાએ તેમનું મનોબળ વધાર્યું અને તેમની લિરતા અને શૈર્યની પ્રશંસા કરી.
અભિનેતાની આ મુલાકાત અંગે બીએસએફ દ્વારા અનેક ટિ્વટ કરવામાં આવ્યા છે. બીએસએફ કાશ્મીરે પોતાની એક ટિ્વટમાં જણાવ્યું કે, દેશ આઝાદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં અભિનેતા અક્ષય કુમાર સરહદની સુરક્ષામાં તૈનાત સૈન્ય જવાનોને મળવા પહોંચ્યા હતા. બીએસએફએ અક્ષય કુમારની તેની પોસ્ટ પર પહોંચવાનો એક વીડિયો જાહેર કર્યો જેમાં તે હેલિકોપ્ટર દ્વારા ત્યાં પહોંચી રહ્યો છે.
બીએસએફ દ્વારા જાહેર કરાયેલા એક ટવીટમાં જણાવાયું, બીએસએફના ડીજી રાકેશ અસ્થાનાએ લાઈન ઓફ ડ્યૂટી પર સર્વોચ્ચ બલિદાન આપનાર સરહદ રક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને તેમના સ્મારક પર પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે અભિનેતા અક્ષય કુમાર પણ તેમની સાથે હતા. અભિનેતાએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
અભિનેતાએ અહીંની સરહદના અગ્રિમ મોર્ચાની મુલાકાત લીધી અને ત્યાં તૈનાત બીએસએફ જવાનો સાથે વાતચીત કરી અને તેમનું મનોબળ વધાર્યું.

Related posts

‘પાણીપત’માં સંજય દત્તનો અહમદ શાહ તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ…

Charotar Sandesh

‘દબંગ-૩’ ૨૦ ડિસેમ્બરે હિન્દી, કન્નડ, તમિળ અને તેલુગુમાં રિલીઝ થશે…

Charotar Sandesh

સૂર્યવંશી અને ફિલ્મ ૮૩એ સૌથી વધુ નુકસાન ભોગવવું પડશે…

Charotar Sandesh