Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

અમૂલ ડેરી ખાતે ચુંટણી યોજાનાર હોઈ આણંદના કેટલાક માર્ગો ડાયવર્ટ કરાયા…

આણંદ અમૂલ ડેરી ખાતે ચુંટણી યોજાનાર હોઈ તા.૨૯મી ઓગસ્ટ સુધી સવારનાં ૬.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક  દરમિયાન આણંદના કેટલાક માર્ગો ડાયવર્ટ કરાયા…

આણંદ :  ધ ખેડા જિલ્લા સહકારી દુધ ઉત્પાદન સંધ લી. આણંદ અમૂલ ડેરી ખાતે તા.૨૯-૦૮-૨૦૨૦ના રોજ ચુંટણી યોજાવાની હોઈ મોટી સંખ્યામાં મતદારો વાહનો લઈને મતદાન માટે આવનાર હોઈ ટ્રાફિકને લગતી સમસ્યા ઉભી થવાની સંભાવનાઓ રહેલ છે જેથી ટ્રાફિક નિયમન જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તા.૨૯-૦૮-૨૦૨૦ના રોજ સવારના ૬.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક સુધી વાહનોની અવર જવર માટે સંપૂર્ણ બંધ રાખવા તેમજ નીચે મુજબ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવનાર છે.

એશિયાની સૌથી મોટી સહકારી મંડળી અમૂલ ચૂંટણી પ્રથમ વખત ભારે રસાકસી જોવા મળી રહી છે. તેમાં પણ આણંદ બેઠક પર ભાજપ-કોંગ્રેસના ધારાસભ્ય મેદાનમાં હોવાથી સૌની નજર તેના પર જોવા મળી રહી છે.જયારે બોરસદ બેઠક પર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.આ વખતે પશુપાલકો અસંતોષ હોવાથી કેટલાંક જૂના ડિરેકટરો મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, આણંદના શ્રી પી.સી. ઠાકોરે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૧ (૧) (બી)થી મળેલ સત્તાની રૂએ તા.૨૯-૦૮-૨૦૨૦ના રોજ સવારનાં ૬.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક સુધી નીચે જણાવેલ માર્ગો ઉપરથી પસાદ થચાં વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તથા આ માર્ગો ઉપરથી પસાર થતાં વાહનોને નીચે જણાવેલ માર્ગોએ વાળવા (ડાયવર્ટ કરવા) હુકમ કરેલ છે.

તદ્દઅનુસાર ચિખોદરા ચોકડી, ગણેશ ચોકડી થઈ જુના બસ સ્ટેન્ડ તરફ જતા વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો હોવાથી વૈકલ્પિક રસ્તા તરીકે બોરસદ ચોકડી લોટીયા ભાગોળ, બળીયાદેવ ચોકડી, વ્યાયામશાળા, શાસ્ત્રી મેદાન, ગુરૂદ્વારા સર્કલ શાક માર્કેટ થઈ જુના બસ સ્ટેન્ડ તરફના માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે જ્યારે આણંદના જુના બસ સ્ટેન્ડથી ગણેશ ચોકડી, ચિખોદરા ચોકડી તરફ જતા વાહનોની અવર-જવર પર પ્રતિબંધ હોવાથી હોવાથી વૈકલ્પિક રસ્તા તરીકે શાક માર્કેટ, ગુરૂદ્વારા સર્કલ, શાસ્ત્રી મેદાન, વ્યાયામશાળા, લોટીયા ભાગોળ, બળીયાદેવ ચાર રસ્તા, બોરસદ ચોકડી, ખિખોદરા ચોકડી થઈને જઈ શકાશે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Related posts

આગામી તહેવારોને ધ્યાને લઈ જિલ્લામાં લાગુ કરાયેલ હથિયારબંધી : ઉલ્‍લંઘન કરનાર વ્‍યકિત શિક્ષાને પાત્ર થશે

Charotar Sandesh

આણંદ અને ખંભાત તાલુકામાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો : આ તારીખ સુધી આગાહી

Charotar Sandesh

ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ : એક જ દિવસમાં ૧૧૦૦થી વધુ કેસો : આણંદમાં વધુ ૧૩ કેસો…

Charotar Sandesh