આણંદ : જિલ્લાના અમીન ઓટો પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં દારૂનો મોટો જથ્થો આવવાની બાતમી આણંદ પોલીસને મળી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસને ટેમ્પો અમીન ઓટો પાસે મળી આવ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા તપાસ કરતા સૂકા ઘાસની આડમાં મોટી માત્રમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસને વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી પ્રોહિબ્યુસન ધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તો આ સાથે જ જે વ્યક્તિના ઘરે આ દારૂના જથ્થા ઉતારવાના હતા તેની પણ અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.