Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

પાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ : ગેરકાયદે બાંધકામ દબાણ હટાવવા મુદ્દે જા બીલ્લી કુત્તે કો માર જેવા ખેલ !

પાલિકા સત્તાધીશો

પાલિકા સત્તાધીશો દ્વારા માત્ર હાથલારી, પથારાવાળાને ટાર્ગેટ કરવાના મુદ્દે ભારે રોષ

આણંદ : આણંદ પાલિકા દ્વારા શહેરના માર્ગ પરના દબાણ હટાવ ઝુંબેશ આજે પણ યથાવત રહેતા જૂના બસ મથકથી સ્ટેશન સુધીના માર્ગ સહિત અન્ય માર્ગ પરના દબાણ હટાવવામાં આવ્યા હતા જોકે ગેરકાયદે બાધકામ જા હટાવ મુદ્દે જા બીલ્લી કુત્તે કો મારની નીતિ અપનાવતા આશ્ચર્ય સજૉવા પામ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના માર્ગ પર વકરેલ દબાણ હટાવ ઝુંબેશ ગતરોજથી હાથ ધરવામાં આવ્યા બાદ આજે પણ યથાવત રહેતા જૂના બસ મથકથી સ્ટેશન, ટુકીંગલી તથા અન્ય માર્ગ પરના દબાણે હટાવવાની પ્રક્રિયા હાય ધરવામાં આવી હતી.

જોકે પાલિકા દ્વારા હાથલારી ૫ધારાવાળાને ટાર્ગેટ કરી હટાવવાના મુદ્દે રોષ ઉભો થવા પામ્યો હોય તેમ એકતરફ વડાપ્રધાન મોદી વેન્ડર્સના આર્થિક ઉત્થાન માટે આર્થિક લોન સહાય ની સુવિધા ઉપલબ્ધ કરે બીજીતરફ રાજ્ય સરકાર યુસીડી માર્ગ નડતરરૂપ ન હોય તેવા સ્થળે વેન્ડર્સને વ્યાપારીક સુવિધા આપવાના આયોજન હોય અને તે અંતર્ગત શહેરના સામરખા ચોકડીથી અન્ય વિસ્તારમાં બાવીસ જેટલા સ્થળે વેન્ડર્સ સુવિધા સરકારની એજન્સી દ્વારા તપાસ હાથ ધરી નિર્ણય સુચન કરવામાં આવે ત્યારે માર્ગ પરના દબાણ હટાવ પૂર્વ વેન્ડર્સ ને સુવિધા ઉપલબ્ધ કેમ કરવામાં આવતી નથી ? જેવા સવાલ સાથે વડાપ્રધાન વેન્ડર્સ આર્થિક ઉત્થાન લોન સહાય મેળવનાર વેન્ડર્સને જો આ સ્થિતી રહેવા પામશે તો તેઓ દેવાના મોજ તળે દબાશેના સંદેહ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

સાથે સાથે બિલ્ડરો દ્વારા ઉભા કરવામાં આવેલ ગેરકાયદે બાધકામ દબાણ હટાવ મુદ્દે પાલિકા દ્વારા અવકુડા હસ્તે હોય તેમના દ્વારા કાર્યવાહી હાથ ધરવાની ખો આપતાં આ મુદ્દે જા બીલ્લી કુત્તે કો મારની સ્થીતી સજાવા પામી હોવાનું જાણવા મળે છે.

Other News : આણંદમાં દબાણ હટાવ ઝુંબેશનો ત્રીજો દિવસ : લારીઓ-પાથરણા પાથરી ધંધો કરતાં લોકોમાં નાસભાગ

Related posts

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઉમરેઠ ખાતે નવીન અદ્યતન વિશ્રામ ગૃહનું ઈ-લોકાર્પણ…

Charotar Sandesh

દિવાળી પર્વમાં ફટાકડા બજાર પર આર્થિક મંદીની અસર, વેપારીઓની હાલત કફોડી બની…

Charotar Sandesh

આણંદ : નવા મોલમાં લીફ્ટના ભોયરામાં યુવક ખાબકતાં પગમાં લોખંડનો સળીયો ઘુસી ગયો…

Charotar Sandesh