Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં આવનારા સમયમાં લોકડાઉન હળવું થાય તે અંગે એસો.પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ…

  • આજે જિલ્લામાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી.. અત્યાર સુધી જિલ્લામાં કોરોના સંક્રમિત કુલ ૭૯ પોઝીટીવ કેસ…

  • સચિવ શ્રી સંદીપ કુમાર અને કલેકટર શ્રી આર.જી ગોહીલે માર્ગદર્શન કર્યું….

  • જિલ્લામાં અત્યાર સુધીમાં ૫૭૫ વ્યક્તિઓના કોરોના (C O V ID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા…

આણંદ : આજે જિલ્લાના ખંભાત તાલુકાના કડીયા પોળ વિસ્તારના ૨૦ વર્ષીય પુરુષ દર્દી કે જેઓ કોરોના સંક્રમિત હોવાના કારણે આણંદ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા હતા તેઓ આજે સાજા થતા સ્વસ્થ થઇ પોતાના ઘરે પરત ફર્યા હતા.

જિલ્લામાં તા ૦૨/૫/૨૦૨૦ના બપોરના ૪-૦૦ વાગ્યા સુધીમાં ૫૬૭ દર્દીઓના સીઝનલફલુ/કોરોનાના નેગેટીવ રીપોર્ટ આવ્યા હતા તેમાં તા. ૦૨/૫/૨૦૨૦ના બપોરના ૪-૦૦ થી તા. ૦૩/૦૫/૨૦૨૦ના ચાર વાગ્યા સુધીમાં વધુ ૦૮ દર્દીઓના સીઝનફલુ/કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવતાં જિલ્લામાં અત્યારસુધીમાં સીઝનલફલુ / કોરોનાના ૫૭૫ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું અને કુલ કોવીડ-૧૯ના ૬૪૬ સેમ્પલ તપાસ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. એમ.ટી. છારીએ જણાવ્યું છે.

આજે જિલ્લામાં કોવીડ-૧૯ અંતર્ગત કુલ ૩૭ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી ૧૫ દર્દીઓને સીવીલ હોસ્પિટલ આણંદ ખાતે તેમજ ૨૧ દર્દીઓને કરમસદ ખાતે આવેલ શ્રી ક્રિશ્ના હોસ્પિટલના આયસોલેશન વોર્ડમાં તેમજ ૧ દર્દીને અમદાવાદ ખાતેની એસ.વી.પી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

આણંદ જિલ્લામાં આગામી આવનારા સમયમાં કોરોના વાઇરસનું સંક્રમણ ઓછું થાય અને લોક ડાઉન હળવું થાય તેવા સંજોગોમાં  ફરી પાછું સંક્રમણ ના થાય અને જ્યાં જ્યાં વધુ નાગરિકો ભેગા થઈ શકે તેવા સુપર સ્પ્રેડર સેન્ટરો ઉપર એડવાન્સમાં જ આરોગ્યની કાળજી લેવાય તેવી તમામ વ્યવસ્થા ગોઠવવા અને અંગે  સહમતી સમજણ કેળવવા આણંદ જિલ્લામાં ખાસ ફરજ ઉપરના સચિવશ્રી સંદીપ કુમારના અધ્યક્ષ સ્થાને આણંદ જિલ્લાના મેડિકલ એસો,. વહેપારી એસો., બજાર એસો., રીક્ષા , દૂધ મંડળી, પેટ્રોલ પમ્પ, ગેસ એજન્સી, મંડળીઓ, શાક માર્કેટ, યાર્ડ, દુકાનો સહિતના એસોના પ્રતિનિધિશ્રીઓની એક બેઠક કલેકટર કચેરી ખાતે મળી હતી.આ બેઠક માં કલેકટર શ્રી આર.જી.ગોહિલ, ડી.ડી. ઓ શ્રીઆશિષ કુમાર, આર.એ. સી શ્રી ઠાકોર ,જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણીયા, સહીત અધિકારી શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા,અબેઠક માં સચિવ શ્રી સંદીપ કુમાર અને કલેકટર શ્રી આર.જી. ગોહીલે ઉપસ્થિત તમામ ને માર્ગ દર્શન કર્યું હતુંઆગામી સમયમાં કોરોના વાઇરસમાંથી મુક્તિ મળે અને લોક ડાઉન હળવું થાય તેવા સમયે નાગરિકો ની કાળજી લેવા પોતાનો સહકાર મળી રહેશે અને જરુરી વ્યવસ્થા માં સહયોગ આપવા સહમતી સાથેએસોસિયેશન ના પ્રતિ નિધિ શ્રી ઓ એ પણ પોતાના  તરફ થી સારા સૂચનો પણ કર્યા હતા આવનારા સમયમાં લોક ડાઉન હળવું થાય તો આવા  સેન્ટર ઉપર  સેને ટાઇ જ , એકબીજા થી અંતર, હાથ ધોવા માટે વ્યવસ્થા,અને માસ્ક રાખવા , અને સેન્ટર ઉપર આવતા નાગરિકો ના આરોગ્યની કાળજીની વ્યવસ્થા ઉભી કરવામાં આવે  તેનું પણ બેઠકમાં માર્ગદર્શન કરવામાં આવ્યું હતું,આજે યોજાયેલી બેઠકમાં એસો.અને જિલ્લા વહીવટી તંત્રજિલ્લા પુરવઠા વિભાગ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Related posts

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે વડતાલમાં પક્ષીઓ માટે ૫ હજાર પાણીના કુંડા અને માળાનું વિતરણ કરાયું

Charotar Sandesh

આણંદમાં રવિવારે વધુ બે પોઝિટિવ કેસો : ૪ કોરોનામુક્ત થતાં હોમ કોરેન્ટાઈન કરાયા

Charotar Sandesh

આણંદ સાંસદ મિતેષ પટેલ દ્વારા એક વર્ષની સિદ્ધિઓ જન–જન સુધી પહોંચાડવા કાર્યક્રમનો પ્રારંભ…

Charotar Sandesh