આણંદ જિલ્લામાં ૧૯ રાજ્યો ના ૫૩૧૬ નું ડિજિટલ રજિસ્ટ્રેશન થયું : સૌથી વધુ ઉત્તર પ્રદેશ અને બિહાર બીજા ક્રમે…
આણંદ : ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન હેઠળના અને અન્ય રાજ્યોના કામદારો શ્રમિકો નાગરિકોને પોતાના વતનના રાજ્યમાં જવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.તે મુજબ જિલ્લા કલેકટરશ્રી આર.જી. ગોહીલ દ્વારા આણંદ જિલ્લામાં પણ રાજ્ય વાર નોડલ ઓફિસરની નિમણુક કરવામાં આવી હતી. નોડલ ઓફિસરોના પ્રયાસો મુજબ ડિજિટલ પ્લેટ ફોર્મ ઉપર આવા પરપ્રાંતીયોનું રજીસ્ટ્રેશન થયુ હતું.
તે મુજબ કુલ ૧૯ રાજ્યોના ૫૩૧૬ જેટલા પરપ્રાંતીયોઓ નોધાયા હતા જેમાં ઉત્તર પ્રદેશ ૧૮૯૩ અને બિહારના, ૧૬૭૪ જેટલા નાગરિકો સૌથી વધુ છે જ્યારે મધ્યપ્રદેશ .૬૨૧, રાજસ્થાન ૫૦૪, વેસ્ટ બંગાળ ૧૨૯, મહારાષ્ટ્ર ૨૬૩, ઝારખંડ ૧૨૭, તમિલનાડું ૩૬, જ્યારે તેલંગાણા , ઉત્તરાખ્ંડ, આંધ્રપ્રદેશ, હરિયાણા, દિલ્હી, કર્ણાટક, મણીપુર, પંજાબ, ઓરિસા, કેરલા, છત્રીસગઢ, ગોવાની સંખ્યા ઓછી છે.
આમ કુલ ૧૯રાજ્યોના પરપ્રાંતીયોની સંખ્યા ૫૩૧૬ છે જેઓને મોટી સંખ્યા મુજબ પોતાના વતનમાં મોકલવા તેમજ અન્યોને પણ વ્યવસ્થા કરવા જિલ્લા વહીવટી તંત્ર રેલવે તંત્ર સાથે ગોઠવણની કાર્યવાહી કરી રહ્યું છે.