Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો : નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા…

આણંદ : મધ્યપ્રદેશ પર વેલમાર્ક લો-પ્રેશર અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશનથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. મહિસાગર, ખેડા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ બનાસકાંઠા, અમદાવાદમાં પણ ભારે વરસાદી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આણંદ શહેરમાં સતત ૧૫ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. અને ઈષ્ટદેવને વરસાદ ખમ્યા કરે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. જોકે સવારના ચાર કલાક દરમિયાન પેટલાદમાં પણ ધોધમાર વરસાદ વરસતા પેટલાદના સ્ટેશન રોડ, કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં પણ ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા. જ્યારે આંકલાવ, બોરસદ, સોજીત્રા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. જ્યારે ઉમરેઠ તાલુકામાં પણ સવારના બે કલાકમાં એક ઈંચ વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. અને આગામી ૪૮ કલાક સુધી ચરોતરમાં વરસાદી માહોલ યથાવત રહેશે. તેવી સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. આણંદ જીલ્લામાં છેલ્લા બાર કલાકમાં સૌથી વધુ વરસાદ બોરસદ તાલુકામાં દોઢ ઈંચ નોંધાયો છે. જ્યારે પેટલાદમાં એક ઈંચ નોંધાયો છે. જ્યારે ઉમરેઠમાં પોણો ઈંચ, ખંભાત સોજીત્રામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

Related posts

આણંદની યુવતીનાં મોત પાછળ પૂર્વ પતિનો હાથ હોવાની આશંકા…

Charotar Sandesh

ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી વિ.ઝેડ.પટેલ કોમર્સ કોલેજમાં યોગ તાલીમ શિબિરનો શુભારંભ

Charotar Sandesh

હાડગુડ ગામમાં આવાસ માટે નીમ કરેલ જમીન પર ગેરકાયદેશર બનાવેલ કોમ્પલેક્ષનું તંત્ર દ્વારા પંચનામું કરાયું…

Charotar Sandesh